જામનગરમાં ગત અઠવાડીયામાં લસણના ભાવમા 1100 રૂપિયા જેવો જંગી ઘટાડો - At This Time

જામનગરમાં ગત અઠવાડીયામાં લસણના ભાવમા 1100 રૂપિયા જેવો જંગી ઘટાડો


જામનગરમાં ગત અઠવાડીયામાં લસણના ભાવમા 1100 રૂપિયા જેવો જંગી ઘટાડો

અઠવાડિયાના પ્રારંભના દિવસે લસણના ભાવને લઈ ચર્ચામાં રહેલ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં અઠવાડિયાથી લસણના ભાવ એકાએક ઘટી જતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. છેલ્લા સાત દિવસમાં લસણના ભાવ 1100 રૂપિયા જુઓ મોટો ઘટાડો નોંધાયો છે. જોકે માત્ર લસણ જ નહીં પરંતુ કપાસ મગફળી સહિતના મુખ્ય પાકોના ભાવ ઘટતા ખેડૂતોમા વધુ એક વખત નારાજગીનો શુર ઉઠ્યો છે.

આ અઠવાડિયું લસણ માટે ખૂબ આકર્ષક રહ્યું હતું કારણ કે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ગત સોમવારે લસણના ભાવ 3000 રૂપિયાથી 5600 જેવા બોલાયા હતા. અને 39 ખેડૂતો લસણ વેચવા માટે આવતા યાર્ડમાં 1440 મણ જેટલા લસણની આવક પણ નોંધાઈ હતી. ત્યારબાદ લસણના ભાવમાં ઘટાડાનો પવન ફૂંકાઈ રહ્યો છે. ગત મંગળવારે એટલે કે 15 તારીખના રોજ લસણના માત્ર હરાજીમાં 3000 રૂપિયાથી 4960 રૂપિયા જેવા ભાવ જ મળ્યા હતા. આથી ભાવ ઘટાડાને લઈ ખેડૂતો પણ લસણ વેચવાથી વિમુખ બન્યા હતા. જે દિવસે 657 માણ જ લસણની આવક નોંધાઈ હતી.

ત્યારબાદ બુધવારે ક્રમશઃ લસણના ભાવ વધ્યા હતા અને હરાજીમાં 3400 થી 5105 જેવા ભાવ પહોંચી ગયા હતા અને 1 હજાર મણ ઉપરાંત લસણ ની આવક પણ થઈ હતી. જ્યારે ગુરુવારે 2800 રૂપિયાથી લઈને 4600 જેવા બોલાયા હતા અને 1362 મણ લસણ ઠવાલયું હતું. આ ઉપરાંત ગઈકાલે શુક્રવારે એકાએક ઘટાડો આવ્યો હતો અને 2 હજાર રૂપિયાથી 4560 ના ભાવે સોદા પડ્યા હતા.

આમ સમગ્ર અઠવાડિયા દરમિયાન ઉતાર ચઢાવ વચ્ચે ગત શનિવારે લસણના ભાવમા ઘટાડો નોંધાયો હતો. લસણના 2900 થી 4445 રૂપિયા જેવા ભાવ ઉપજ્યા હતા 21 ખેડૂતો જામનગર યાર્ડમાં લસણ વેચવા માટે આવતા 1011 મણ લસણ ની આવક નોંધાઇ હતી. બીજી બાજુ અઠવાડિયા દરમિયાન ઘટતા જતા લસણના ભાવને લઈ ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે. હવે લસણ વેચવું કે નહિ તેને લઈને અવઢવમા મુકાયા છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.