રામ કાર્યમાં જોડાય તે વંદનીય છે: મોરારિબાપુ કાકીડી રામકથા દરમિયાન બાપુએ જીવનના સંસ્મરણો વાગોળ્યાં
મહુવા તાલુકાના કાકિડી ગામે શનિવારથી આરંભાયેલી રામકથા યાત્રા એ આજે બીજા દિવસમાં પ્રવેશ કર્યો હતો બાપુએ આ રામકથા દરમિયાન પોતાના જીવનના અને પારિવારિક સંસ્મરણોને પણ વાગોળ્યા હતા
પૂ. મોરારીબાપુએ બીજા દિવસની રામકથાનું મંગલાચરણ કરીને જણાવ્યું હતું કે ત્રિભુવન પરિવાર વિચારનો,વિશ્વાસનો અને ભજનનો પરિવાર છે તલગાજરડાનો માર્ગ વૈરાગનો માર્ગ છે પ્રપિતામહ્ મહાદેવ છે દિવસના બધાં જ પડાવો અલગ અલગ યુગમાંથી પસાર થાય છે સવારે સત્ય છે ત્રેતા એ બપોર છે દ્વાપર એ મધ્યાહ્ન પછીનો સમય છે અને સાંજ કે કળિયુગનો સમય છે એટલે આવા સમયે હનુમાનજીનું સ્મરણ અને તેની વંદનાથી કથાનો આરંભ છે તેથી કથા સાંજે શરું થાય છે જીવનમાં દરેકે ત્રણ કુળનું ધ્યાન રાખવું જોઈએ,પિતામહ્ કુળ,ગુરુકુળ અને માતૃપિતૃ કુળ આદિ અનાદિ કોઈને ખબર નથી તે સનાતન છે સનાતન એટલે પંચ દેવોની પૂજા,ઇષ્ટ આપણાં જે કોઈ હોય પરંતુ મૂળને આપણે હંમેશા પકડી રાખવું જોઈએ.સુખ દુઃખ તો આવે છે પરંતુ જે હરિને ભજે છે તેને તે કશું નડતું નથી વિપત્તિઓ ઓચિંતી આવે છે પણ ભજન એ વિપતિને પાર કરાવે છે બાપુએ દુર્યોધનની અને યુધિષ્ઠિર વચ્ચેના સંવાદો તથા વિદુરજીની હસ્તિનાપુરની યાત્રા વગેરેના મહાભારતના પ્રસંગો આલેખીને આજની કથામાં દાદાજીના સ્મરણમાં મહાભારતનું પણ ગાન કરી લીધું હતુ બાપુએ પોતાની વિચાર વાણીમાં જુગાર,શરાબ વ્યભિચાર હિંસા વગેરેને કેન્દ્રસ્થ કરીને તે બધા મહાપાપો હોવાનું જણાવ્યું હતુ શ્રોતાઓને તેનાથી દૂર રહેવા માટે શીખ આપી હતી વધુમાં કહ્યું કે કોઈપણ એવું કાર્ય જે ઈશ્વરને પ્રિય હોય એ બધાં રામકાર્યો છે અને તેથી રામકાર્ય કરનાર બધાં જ વંદનીય છે માટે હનુમાનજી મહારાજ આપણાં સૌ માટે વંદનીય-પૂજનીય છે તેની વંદના પણ જરૂરી છે
આજની કથામાં પુ.જયશ્રી માતાજી(મોરબી) તથા,શ્રી અમરદાસબાપુ વગેરે સંતો તથા આસપાસના વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં
----------------------------------------------------------
બોક્સ..
પૂજ્ય મોરારીબાપુની સ્મરણ મંજુશા મેં વર્ષો સુધી સાયકલ પર પ્રવાસ કર્યો છે અને તે પણ એવી સાયકલ કે જેની ચેનનો પંખો ન હોય અને એવી સાઇકલે મને તેની ઘણી સેવા કરાવી છે બાજુના ગામમાં વર્ષો પહેલાં કથા કરી હતી કથા દરમિયાન કોઈ કશું આપે કે ન આપે પરંતુ તો પણ રાજી રહેવાનો વર્ષોથી ક્રમ રહ્યો છે દાદાજી પૂ.ત્રિભુવનદાસ બાપુની વાણી,ચરણરજ અહીં પડ્યાં છે તેથી અહીંયા કથા ગાન કરવા આવવાનું સૌભાગ્ય સાંપડ્યું છે દાદાજી પુ.ત્રિભુવનદાસ બાપુ આ ગામમાં જ્યારે જ્યારે કથાઓ કરીને પરત તલગાજરડા પરત આવતા ત્યારે અમો તેમને રુપાવો નદીના સામે કિનારે લેવાં જતાં હતા દાદાજી પુ.ત્રિભુવનદાસ બાપુએ પહેલાં દિવસની કથા વંદનાઓ સાથે પૂર્ણ કરવા સૂચવ્યું હતુ એક બીજી વાત એ કરી હતી કે કથા પૂરી થયા પછી તે નગર અથવા ગામ હંમેશા તુરત છોડી દેવુ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.