વિહળધામ પાળીયાદમાં પ્રેદેશ કક્ષાનું સહકારી અધિવેશન યોજાયુ - At This Time

વિહળધામ પાળીયાદમાં પ્રેદેશ કક્ષાનું સહકારી અધિવેશન યોજાયુ


(કનુભાઈ ખાચર દ્વારા )
દેશનું સહકારી ક્ષેત્રનું સૌથી મોટું સંગઠન સહકાર ભારતી દર ત્રણ વર્ષે અધિવેશનનું આયોજન કરે છે તે મુજબ ગુજરાતનું પ્રદેશ કક્ષાનું છઠુ અધિવેશન તારીખ 19 અને 20 ઓક્ટોબર શનિવાર અને રવિવારના રોજ બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ પરમ પૂજ્ય વિસામણબાપુની જગ્યામાં યોજાયુ. પાળીયાદ જગ્યાના પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા તથા મુખ્ય વ્યવસ્થાપક ભયલુબાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આશીર્વસન પાઠવવા મા આવેલ આ અધિવેશનમાં સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ દીનાનાથજી ઠાકુર, રાષ્ટ્રીય મહામંત્રી,ઉદયજી જોષી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કાંતિભાઈ પટેલ મહામંત્રી વિનોદભાઈ બરોચીયા,સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલે,તથા હરેશભાઈ બોરીસાગર ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ અધિવેશનમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયા તથા બેંકનું સમગ્ર બોર્ડ ઉપસ્થિત રહયુ હતું. અધિવેશન મા રાજકોટ મહાનગરના સહકાર ભારતી ના અધ્યક્ષ ડો. એન.ડી.સીલું ના માર્ગદર્શન હેઠળ પ્રસિદ્ધ સહકારી સોવેનીયર નું વિમોચન થયુ તારીખ 19 /10 શનિવારે રાત્રે લોકસાહિત્યનો મનોરંજનનો કાર્યક્રમ ડાયરો યોજાયો જેમાં ઉદયભાઈ ધાધલ અને અલ્પાબેન પરમારે સંતવાણી શૂર રેલાવ્યા હતા સમગ્ર ગુજરાત માંથી 500 થી 600 ખુબ જ મોટી સંખ્યા મા સહકારી અગ્રણી ઓ હાજર રહેલ આગામી 3 વર્ષ માટે નવી કમિટી ની બિન હરીફ વરણી કરવામાં આવી. અધિવેશનને સફળ બનાવવા માટે જુદી જુદી સમિતિઓની રચના કરી સહકાર ભારતી ના વિભાગ સંયોજક સવજીભાઈ શેખ,સહકાર ભારતી બોટાદ જિલ્લા પ્રમુખ ભુપતભાઈ ધાધલ,વિજયભાઈ ધાધલ સંગઠન પ્રમુખ, અશોકભાઈ કિકાણી, હરિરામભાઈ દેસાણી, પ્રફુલભાઈ શેઠ, મયુરભાઈ ભાટી, દક્ષેશભાઈ સોની, કોશરભાઈ કલ્યાણી, નયનાબેન સરવૈયા, નીપાબેન મહેતા, કનુભાઈ ખાચરે ખુબ જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.