ગોંડલ પાસે ના ડાયવર્ઝના ખખડધજ રોડમા મીની તળાવ ભરાતાં એસ.ટી રૂટનો જ ભોગ, આટકોટ, ગોંડલ કે જૂનાગઢ ની બસ રૂટ ત્રણ દિવસથી બંધ: મુસાફરોમા રોષ
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ આટકોટથી ગોંડલ કે જૂનાગઢ જવું હોય તો ફરજિયાત પણે ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે. કેમકે અહીં જતી બસ ત્રણ દિવસથી બંધ કરી દેવામાં આવી છે. અને તેના માટે બહાનું એવું અપાયું છે કે ગોંડલ પાસે ડાઈવર્ઝનમાં પાણી ભરાયા છે માટે બસ ચાલી શકે તેમ નથી. આટકોટ ગોંડલ જવા માટે તેમજ જૂનાગઢ, જેતપુર, વીરપુર જવા માટે મુસાફરોને ખાનગી વાહનની મુસાફરી કરવી પડે છે. ત્રણ દિવસથી એસટીના તમામ રોડ આવક જાવક બંધ થઈ ગયા છે, કારણ કે ગોંડલ પાસે આવેલા ડાયવર્ઝનમાં પાણી ભરાઈ જતા આ રસ્તાઓ બંધ થઈ જાય છે જેના કારણે મુસાફરો હેરાન પરેશાન થઈ જાય છે અને ના છુટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. ચોમાસામાં ચોથી વખત આવો બનાવ બન્યો છે છતાં કોઈ તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં આવતા નથી. એસટીને લાખો રૂપિયાની નુકસાની સહન કરવી પડે છે. હાલમાં એસટીને સાત કિલોમીટર સુધીનો ફેરો મારવો પડે છે. જેથી મુસાફરોને પણ ટાઈમસર પહોંચી શકતા નથી અને ભાડાનો પણ વધારો થાય છે. આટકોટથી ખારચીયા, દડવા, કરમાળ, રામોદ, ઘોઘાવદર સહિતના સ્થળોએ જવા ઇચ્છતા મુસાફરો હાલમાં ખાનગી વાહનોમાં મુસાફરી કરી રહ્યા છે. છતાં કોઈ તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં આવતા નથી. માત્ર પાંજરાપોળ સુધી જસદણ થી ગોંડલ સુધી એસટી બસ ચલાવવામાં આવે તેવી પણ માંગણી કરી છે. ગોંડલ તરફથી આવતી એસટી બસ ત્રણ દિવસથી બંધ છે. કોઈને જૂનાગઢ જવું હોય તો ખાનગી વાહનોની સફર કરવી પડે છે. નાનાં વાહનો પુલ પર ચાલી શકે છે જ્યારે બસોને પાબંધી છે. આનો કોઈ ઉકેલ લાવવાની માંગણી કરી રહ્યા છે રોજ અપડાઉન કરતા મુસાફરો પાસ કઢાવ્યા હોય તેમને શું કરવું તેવો પ્રશ્નાર્થ થાય છે. તેમજ વિદ્યાર્થીઓ પણ હેરાન પરેશાન થાય છે વહેલામાં વહેલી તકે આનો નિર્ણય લાવવા લોકોએ માંગણી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.