મોતિહારીની જામુઆ વિદ્યાલયનો મામલો:બોર્ડ પર લખ્યું: હાથ-પગ ધ્રૂજવા તેનો અર્થ દારૂ ન મળવો
બિહારના મોતિહારી ખાતે ઢાકા બ્લોકની જામુઆ ઉમ વિદ્યાલયના ચોથા ધોરણના બ્લેક બોર્ડ પર હિન્દીમાં લખેલાં વાક્યો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યાં છે. વાઈરલ તસવીરમાં બોર્ડ પર કેટલાક રૂઢિપ્રયોગ લખ્યા છે, તેની સામે જવાબો પણ લખેલા છે. જેમાં ‘હાથ-પગ ધ્રૂજવા એટલે સમયસર દારૂ ન મળવો’ ‘કાળજું ઠંડુ પડવું’ એટલે ‘એક પેગ અંદર ઉતારવો’, જ્યારે ‘તમારી દયા સાથે સમજદાર બનો’ એટલે ભલાઈ સાથે મિત્રોને મફતમાં દારૂ પીવડાવવો‘ જેવા 6 રૂઢિપ્રયોગ અને તેના અર્થ પણ લખ્યા છે. બીજી તરફ, વાઈરલ થયેલી તસવીર મુદ્દે શિક્ષણ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. દાવો કરાયો છે કે આ તમામ વિવાદાસ્પદ રૂઢિપ્રયોગ વર્ગની શિક્ષિકા વિનિતાએ લખ્યાં હતા. શિક્ષિકાએ બાળકોને ભણાવતી વખતે દારૂના ઉદાહરણો આપ્યાં હતા. બીજી તરફ, બીઈઓ અખિલેશકુમાર સિંહે આ અંગે શિક્ષણ પર ગંભીર અસર ગણાવતાં જવાબદાર શિક્ષિકા વિનિતાકુમારી પાસે 24 કલાકમાં સ્પષ્ટતા માગી છે. બીજી તરફ, વિદ્યાલયનાં આચાર્યા અને શિક્ષિકા વિનિતાકુમારી વચ્ચે વાદ-વિવાદ અને આરોપ-પ્રત્યારો શરૂ થઈ ગયો છે. દોષિત સામે આકરી કાર્યવાહી કરાશે
શાળાના બોર્ડ પર રૂઢિપ્રયગોના ખોટા અર્થ લખલા આ એક શરમજનક બાબત કહેવાય. બાળકો પર ગંભીર અસર પડે છે. આ મામલાને ગંભીરતાથી લેવામાં આવશે. એટલું જ નહીં જવાબદાર શિક્ષિકા પાસેથી ખુલાસો પણ માગવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની તપાસ બાદ દોષિત સામે આકરી કાર્યવાહી કરાશે.જરૂરી પગલા પણ ભરવામાં આવશે. - સંજીવકુમાર, ડીઈઓ, પૂર્વ ચંપારણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.