હિંમતનગર સિવિલમાં થયેલ ચકચારી ઘટના હત્યા અને પ્રેમ પ્રકરણ બહાર આવ્યું.
હિંમતનગર સિવિલમાં થયેલ ચકચારી ઘટના હત્યા અને પ્રેમ પ્રકરણ બહાર આવ્યું.
ડીમ્પલબેન પટેલના પતિ ભાવેશ ફલજીભાઈ પટેલને છેલ્લા
કેટલાક વખતથી છાયાબેન
નિતીનભાઈ કલાસવા સાથે આડાસંબંધ હોવાની જાણકારી બંને પક્ષોને હતી. જેના લીધે અવાર નવાર બંનેના ઘરમાં ઝઘડા પણ થતા હતા. દરમ્યાન ગુરૂવારે બપોરના સુમારે છાયાબેન કલાસવા આવેશમાં આવી જઈને ડીમ્પલબેનના ફલેટમાં ઝગડો કરવા ઘુસી ગયા હતા. જ્યાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને છાયાબેને ડીમ્પલબેનનું ગળુ દબાવી દીધી હોવાનું પરીવારજનો અને પડોશીઓએ પુછપરછમાં જણાવ્યું છે. ગળું દબાવી દીધાની ઘટના બાદ સ્ટાફ નર્સ છાયાબેન કલાસવા ગભરાઈ ગયા હતા
અને ડીમ્પલબેનના ફ્લેટને અંદરથી બંધ કરીને ફલેટના પાછળના ભાગે આવેલ પાઈપ પકડીને ફલેટમાંથી જતા રહેવા માંગતા હતા ત્યારે અચાનક છાયાબેનના હાથ પાઈપ ઉપરથી લપસી જતાં જતાં તેણી જમીન પર પટકાયા હતા અને ગંભીર
ઈજાને કારણે મોત થયાનું પીએમ રીપોર્ટમાં તથા પ્રાથમિક પુછપરછમાં બહાર આવ્યુ હતું. જોકે એ-ડીવીઝન પોલીસે તરત જ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કરી દીધા હતા. ત્યારબાદ શુક્રવારે બંને મૂ તકની અંતિમવિધી કરાયા
બાદ પ્રથમ ડીમ્પલબેનના પિતા ભાભુભાઈ તળસીભાઈ પટેલે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશન આવી જમાઈ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવવા માટે
બેસી ગયા હતા. તો સામે પળે પણ છાયાબેન કલાસવાના પતિ નિતીનભાઈ કલાસવા પણ ભાવેશ પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવા માટે તૈયાર થઈ ગયા
હોવાનું આધારભુત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જોકે બંને પક્ષોની ફરીયાદ શુક્રવારે રાત્રે નોંધાઈ જવાની શક્યતા પોલીસ સૂત્રોએ દર્શાવી છે.
એડિટર ઝાકીર હુસેન મેમણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.