EDના આરોપ- ખાડી દેશોમાં 13,000 PFI સભ્યો એક્ટિવ:તેમને કરોડોનું ફંડ એકઠું કરવાનો ટોર્ગેટ, જેને હવાલાથી ભારતમાં આતંકવાદી કૃત્યોને અંજામ આપવા પહોંચાડ્યા - At This Time

EDના આરોપ- ખાડી દેશોમાં 13,000 PFI સભ્યો એક્ટિવ:તેમને કરોડોનું ફંડ એકઠું કરવાનો ટોર્ગેટ, જેને હવાલાથી ભારતમાં આતંકવાદી કૃત્યોને અંજામ આપવા પહોંચાડ્યા


ભારતમાં પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ બે વર્ષ લાંબી EDની તપાસમાં નવા ખુલાસા સામે આવ્યા છે. EDએ શુક્રવારે કહ્યું કે PFIના સિંગાપુર અને ગલ્ફ દેશોમાં 13 હજારથી વધુ એક્ટિવ સભ્યો છે, જેમને કરોડો રૂપિયાનું ભંડોળ એકત્ર કરવાની જવાબદારી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, PFIએ ખાડી દેશોમાં રહેતા પ્રવાસી મુસ્લિમ સમુદાય માટે ડિસ્ટ્રીક્ટ એક્ઝિક્યુટિવ કમિટીઓ બનાવી છે. આ કમિટીઓને ભંડોળ એકત્ર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. EDએ જણાવ્યું હતું કે વિદેશમાંથી એકત્ર કરાયેલા કરોડો રૂપિયાનું ભંડોળ અલગ-અલગ બેંકિંગ ચેનલો તેમજ હવાલા દ્વારા ભારતમાં મોકલવામાં આવ્યું હતું, જેથી આ ફંડને ટ્રેસ ન કરી શકાય. આ ફંડનો ઉપયોગ ભારતમાં બેઠેલા PFIના અધિકારીઓ અને આતંકવાદીઓ સુધી આતંકી ઘટનાઓને અંજામ આપવા માટે કરવામાં આવતો હતો. સપ્ટેમ્બર 2022માં, NIA અને EDએ સમગ્ર દેશમાં PFIના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં PFI સાથે સંકળાયેલા ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે UAPA હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા પછી, કેન્દ્ર સરકારે 28 સપ્ટેમ્બર 2022ના રોજ PFI સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો. ED ત્યારથી PFI સામે તપાસ કરી રહી છે. EDની તપાસમાં 4 ખુલાસા 2 દિવસમાં 278 ધરપકડ કરવામાં આવી હતી NIA, ED અને રાજ્ય પોલીસે PFI અને તેની સાથે સંકળાયેલી સંગઠનો પર 22 અને 27 સપ્ટેમ્બરે મોટા પાયે દરોડા પાડ્યા હતા. 2 દિવસમાં 278ની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓને PFI વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા છે. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. PFI પર 5 વર્ષના પ્રતિબંધના 3 કારણો 18 વર્ષ પહેલાં રચાયેલ PFI 23 રાજ્યોમાં ફેલાયેલું હતું
વર્ષ 2006માં મનીથા નીતિ પસારાઈ (MNP) અને નેશનલ ડેવલપમેન્ટ ફંડ (NDF) નામના સંગઠને મળીને પોપ્યુલર ફ્રન્ટ ઈન્ડિયા (PFI)ની રચના કરી. આ સંગઠન શરૂઆતમાં માત્ર દક્ષિણ ભારતના રાજ્યોમાં જ એક્ટિવ હતું, પરંતુ હવે તે યુપી-બિહાર સહિત 23 રાજ્યોમાં ફેલાઈ ગયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.