તમિલ ગીતમાં દ્રવિડ શબ્દ હટાવ્યો, CM સ્ટાલિન રોષે ભરાયા:સ્ટાલિને કહ્યું- રાજ્યપાલ આરએન રવિ પદ પર રહેવા માટે લાયક નથી, સરકારે તેમને હટાવે; રાજ્યપાલે કહ્યું- જાતિવાદી ટિપ્પણી ખરાબ કૃત્ય - At This Time

તમિલ ગીતમાં દ્રવિડ શબ્દ હટાવ્યો, CM સ્ટાલિન રોષે ભરાયા:સ્ટાલિને કહ્યું- રાજ્યપાલ આરએન રવિ પદ પર રહેવા માટે લાયક નથી, સરકારે તેમને હટાવે; રાજ્યપાલે કહ્યું- જાતિવાદી ટિપ્પણી ખરાબ કૃત્ય


તમિલનાડુમાં ફરી એકવાર રાજ્યપાલ આરએન રવિ અને CM એમકે સ્ટાલિન વચ્ચે વિવાદ થયો છે. આ વખતે મામલો તમિલ ગીતમાંથી દ્રવિડ શબ્દ હટાવવાના આરોપ સાથે જોડાયેલો છે. જે બાદ મુખ્યમંત્રીએ PM મોદી પાસે રાજ્યપાલને હટાવવાની માંગ કરી છે. CM તેમને આર્યન કહ્યા. તેમના પર દેશ અને તમિલનાડુની એકતાનું અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. રાજ્યપાલ આરએન રવિએ CM સ્ટાલિન પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે આ કમનસીબે ખરાબ કૃત્ય છે. આનાથી મુખ્યમંત્રીના બંધારણીય પદની ગરિમા લજવાય છે. વિવાદ અહીં જ અટક્યો નહીં. સ્ટાલિને રવિની પોસ્ટ પર સવાલ ઉઠાવતા કહ્યું- રાજ્યપાલે તમિલ ગીતની બાદબાકી સામે વાંધો કેમ નથી ઉઠાવ્યો, જ્યારે તેમને તેને સુધારવાની સ્વતંત્રતા છે. ખરેખરમાં, આ આખો વિવાદ દૂરદર્શન તમિલના હિન્દી મહિનાના સમાપન સમારોહથી શરૂ થયો હતો. કાર્યક્રમમાં, ગાયક તમિલ ગીત 'થેક્કનમમ આદિલ સિરંથા દ્રવિડ નાલ થિરુ નાદુમ'ની એક પંક્તિ ગાવાનું ભૂલી ગયા હતા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ રવિ પણ હાજર રહ્યા હતા. જો કે, DD તમિલે પાછળથી સ્પષ્ટતા કરી કે તમિલ થાઈ વલ્થુ ગાતી વખતે અજાણતામાં એક લાઈન છુટીગઈ હતી. આ બન્યું કારણ કે ગાયકનું ધ્યાન ભટકી ગયું હતું. આ વિવાદમાં અત્યાર સુધી શું થયું છે તે 5 પોઈન્ટ્સમાં જાણો આરએન રવિને સ્ટાલિનના સવાલ સ્ટાલિને પીએમ મોદીને કહ્યું- બિન-હિન્દી રાજ્યોમાં હિન્દી મહિનો ઉજવવો એ ભાષાઓનું અપમાન છે આ સમગ્ર ઘટના પહેલા, સ્ટાલિને ભાષાકીય વિવિધતા અને પ્રતિનિધિત્વ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને હિન્દી મહિનાના સમાપન સમારોહને ચેન્નાઈ દૂરદર્શનની સુવર્ણ જયંતી ઉજવણી સાથે ઉજવવાની સખત નિંદા કરી હતી. તેમણે વડાપ્રધાન મોદીને એક પત્ર પણ લખીને ભારપૂર્વક જણાવ્યું હતું કે હિન્દી અને અંગ્રેજી ફક્ત સત્તાવાર હેતુઓ માટે છે. પીએમ મોદીને ટેગ કરતાં સ્ટાલિને લખ્યું- ભારતનું બંધારણ કોઈપણ ભાષાને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપતું નથી. બહુભાષી રાષ્ટ્રમાં, બિન-હિન્દી રાજ્યોમાં હિન્દી મહિનાની ઉજવણી અન્ય ભાષાઓનું અપમાનજનક છે. તેથી, હું સૂચન કરું છું કે આવા આયોજનો ટાળવા જોઈએ. તેના બદલે, રાજ્યોમાં સ્થાનિક ભાષા મહિનાની ઉજવણી કરવા પ્રોત્સાહિત કરો. સ્ટાલિને લખ્યું- ભારતમાં 122 ભાષાઓ છે. જે મોટી સંખ્યામાં લોકો બોલે છે. અન્ય 1599 બોલીઓ છે. ભારત વિવિધતા ધરાવતો દેશ છે ત્યારે માત્ર એક જ ભાષાની ઉજવણી કરવાનું કોઈ વ્યાજબી નથી. એવા દેશમાં જ્યાં 1700થી વધુ ભાષાઓ બોલાય છે. ખાસ કરીને એવા રાજ્યમાં જ્યાં વિશ્વની સૌથી જૂની ભાષા તમિલ બોલાય છે, આ દેશની વિવિધતાને અસર કરશે. તમિલનાડુના સીએમએ લખ્યું કે ભારતમાં રાષ્ટ્રભાષા જેવી કોઈ વસ્તુ નથી. જો હિન્દી દિવસ અને હિન્દી મહિનાની ઉજવણી કરવી યોગ્ય છે, કારણ કે હિન્દીને 14 સપ્ટેમ્બર 1949ના રોજ દેશની સત્તાવાર ભાષા જાહેર કરવામાં આવી હતી, તો તમિલ ભાષાને પણ ઉજવણી કરવાનો સમાન અધિકાર આપવો જોઈએ. તમિલનાડુના રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચેના વિવાદ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો... તમિલનાડુના સીએમનો રાજ્યપાલ આરએન રવિ પર આરોપ - રાજ્યપાલ રાજકીય એજન્ડા માટે વિધાનસભાનો ઉપયોગ કરી રહ્યા છે તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને ગુરુવારે (15 ફેબ્રુઆરી) કહ્યું હતું કે રાજ્યપાલ આરએન રવિ તેમના રાજકીય એજન્ડા માટે વિધાનસભાનો ઉપયોગ કરી રહ્યા છે. સીએમ સ્ટાલિનની આ પ્રતિક્રિયા 12 ફેબ્રુઆરીની ઘટના પર આવી છે જ્યારે તમિલનાડુ વિધાનસભાના નવા સત્રના પહેલા દિવસે રાજ્યપાલે તેમનું આખું અભિભાષણ વાંચવાની ના પાડી દીધી હતી. સ્ટાલિને કહ્યું કે રાજ્યપાલની ફરજ છે કે રાજ્ય સરકારની પ્રગતિ અને નીતિઓ ધરાવતું ભાષણ વાંચે. આનાથી માત્ર અમારું જ નહીં પરંતુ વર્ષો જૂની વિધાનસભા અને લોકોની અવગણના કરવામાં આવી હતી. રાજ્યપાલે બંધારણીય શપથ વિરુદ્ધ કામ કર્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.