વિકાસ સપ્તાહના ભાગરૂપે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ૨૪૦ લાભાર્થીઓને વિનામૂલ્ય પ્લોટ ફાળવણી કરાઈ
જસદણ ખાતે વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે ૧૦૦ ચો.વારના પ્લોટ ફાળવણીની સનદ વિતરણ કરાયું
(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણમા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિકાસ સપ્તાહના ભાગરૂપે જસદણ તેમજ ગ્રામ્ય વિસ્તારના વિચરતી વિમુક્ત જાતિના ૨૪૦ જેટલા પરિવારોને ૧૦૦ ચો.વારના મફત પ્લોટ ફાળવણીની સનદ વિતરણ તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થી બહેનોને સહાય હુકમ વિતરણ કાર્યક્રમ જુના માર્કેટિંગ યાર્ડ જસદણ ખાતે યોજાયો હતો. દરેક વ્યક્તિને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. જરૂરિયાતમંદ દરેક લાભાર્થીને સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તે જ સરકારશ્રીની પ્રાથમિકતા છે. ત્યારે તાલુકા વહીવટ તંત્ર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં વિચરતી વિમુક્ત જાતિના લાભાર્થીઓને પ્લોટની ફાળવણી કરાઈ હતી. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ લાભાર્થીઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને વરેલી વર્તમાન સરકાર દરેક પરિવારને પોતાના ઘરનું ઘર મળી રહે તે માટે પ્રયત્નશીલ છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ૨૩ વર્ષ પહેલાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં જન કલ્યાણકારી અનેક યોજનાઓ શરૂ કરી હતી, આ યોજનાઓ વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પણ કાર્યરત છે. મંત્રી વિશેષમાં જણાવ્યું હતું કે, તમામ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવા માટે પણ સહાય આપવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થી જાતે મકાન બનાવે તો મનરેગા યોજના હેઠળ અલગથી રુ.૨૫ હજારની સહાય પણ આપવામાં આવશે. જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને એન.એફ.એસ.એ યોજના હેઠળ દર મહિને ૩૫ કિલો અનાજ પણ આપવામાં આવે છે. અન્ય કોઈ જરૂરિયાતમંદ લાભાર્થી સરકારની જન કલ્યાણકારી યોજનાથી વંચિત હોય તો તેમને શોધીને સરકારની યોજનાઓનો લાભ અપાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના આ ધિકારીઓ, કર્મચારીઓ તેમજ શહેર તેમજ તાલુકા ભાજપના આગેવાનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.