પરમ પૂજ્ય સ્વામિ ગુરુચરણાનંદ જી મહારાજ ને સમાધિ દિવસ નિમિત્તે નતમસ્તક વંદન. - At This Time

પરમ પૂજ્ય સ્વામિ ગુરુચરણાનંદ જી મહારાજ ને સમાધિ દિવસ નિમિત્તે નતમસ્તક વંદન.


પરમ પૂજ્ય સ્વામિ ગુરુચરણાનંદ જી મહારાજ ને સમાધિ દિવસ નિમિત્તે નતમસ્તક વંદન.
ૐ નમો નારાયણ 👏🏻
પરમ પૂજ્ય સંત શિરોમણી સ્વામી ગુરુ ચરણા નંદ તિર્થ જી મહારાજ આજ દિવસે એટલે કે આશો વદ પાંચમ ના દિવસે પ્રકૃતિ નાં નિયમ અનુસાર આ પૃથ્વી લોક થી નાસ્વંત દેહ સોડી ને બ્રહ્મ પદ મા સમાધિ મા લિન થયા હતા.આજે આ સમય ને તેર વર્ષ વિતી ગયા છે પણ એમની ચેતન આજે પણ આત્માનુભુતિ કરાવે છે.
પુજ્ય ગુરુ દેવ ની આધ્યાત્મિક યાત્રા ના ભાગ રૂપે આરેણા ની ભુમી ને પાવન કરવા ૧૯૬૫ માં ફતેશ્વર આશ્રમ માં પધાર્યા. ત્યાર બાદ ૧૯૮૧ સાધના માટે નિકોરા નર્મદા મૈયા નાં કિનારે ૮૪ સુધી રહ્યા હતા. આ સમય મા ફરી થી ફતેશ્વર આવી મંદિર નો જીર્ણોદ્ધાર કર્યો.અને પોતાની અખંડ સાધના ખાતર ૧૯૮૫ માં નર્મદા મૈયા નાં ઉદ્દગમ સ્થાન અમરકંટક બિરાજમાન થયા. ૧૯૮૭ મા અહીંના સેવક ગણ ની ભાવના ને માન ખાતર ફતેશ્વર માં પધાર્યા,અને અષ્ટાવક્ર મૌન કુટીર નું નિર્માણ કરી ને પોતાની આધ્યાત્મિક યાત્રા ચાલું રાખી આ મૌન કુટીર મા છ છ મહીના એકાન્ત નિવાસ મા રહ્યા છે.
પુ. સ્વામી જી ની આત્મા ની અનંત સાધના સાથે ૨૦૧૧ માં આશો વદ પાંચમ ના દિવસે વહેલી સવારે આ દેહ કાયમ માટે સમાધી અવસ્થા માં લીન થઇ ગયા.
પરમ પુજ્ય સ્વામી ગુરુ ચરણા નંદ તિર્થ જી મહારાજ ના ચરણોમાં શિવમ્ ચક્ષુ દાન આરેણા પરિવાર વતિ નત મસ્તક વંદન ૐ નમો નારાયણ

રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.