પંચમહાલ- શહેરા પોલીસ મથકના કમ્પાઉન્ડમાં વિવિધ ગુનામા પકડાયેલા વાહનોમાં આગ લાગી,ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી, લાખોની નુકશાનીનો અંદાજ - At This Time

પંચમહાલ- શહેરા પોલીસ મથકના કમ્પાઉન્ડમાં વિવિધ ગુનામા પકડાયેલા વાહનોમાં આગ લાગી,ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી, લાખોની નુકશાનીનો અંદાજ


શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા પોલીસ મથક ખાતેના કંમ્પાઉન્ડ વિવિધ ગુનામા પકડાયેલા મુદ્દામાલ થ્રી વ્હીલર ટુ વ્હીલર વાહનોમા કોઈ કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાઈ ગયો.શહેરા પોલીસના કર્મચારીઓને આગ દેખાતા તેમણે ફાયર વિભાગને જાણ કરી હતી.એટલામા આગ પોલીસ મથક પાસે આવેલી એક જુની ઓફીસમા પણ લાગી ગઈ હતી. આગ ધીમેધીમે વિકરાળ સ્વરુપ લેતા શહેરાનગર પાલિકાની ફાયર ટીમની સાથે સાથે ગોધરા તેમજ લુણાવાડાની ફાયરટીમના બંબાઓ આવી પહોચ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવ્યો હતો.આગના ગોટેગોટા એક કિલોમીટર દુર સુધી દેખાતા હતા.પોલીસ સ્ટેશન બહાર ટોળાઓ જામ્યા હતા. લાખોની નુકશાનીનો અંદાજ લગાવાઈ રહ્યો છે. આગમા કેટલાક ભંગાર થઈ ગયેલા વાહનો પણ સળગી ગયા હોવાની સુત્રો પાસેથી વિગત મળી છે. આ ઘટનામા કોઈ જાન હાની થઈ નથી. પોલીસ મથકની પાસે કેટલાક રહેણાક મકાનો હોવાથી રહિશોમા પણ ગભરાટ ફેલાઈ ગયો હતો.
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલા પોલીસ મથકના કમ્પાઉન્ડમા સાજના સુમારે આગ લાગવાની ઘટના બની હતી. શહેરા પોલીસ મથકના કમ્પાઉન્ડમાં વિવિધ ગુનાઓ હેઠળ મુદ્દામાલ હેઠળ વાહનો પાર્ક કરેલા હતા. તેમા છકડા,કાર,તેમજ બાઈક સહિતનો સમાવેશ થતો હતો. સાંજના સુમારે કોઈ કારણોસર તેમા આગ લાગતા છકડા,કાર સહિત ભડભડ સળગવા માડી હતી. આગના ધુમાડાઓ પોલીસ કર્મચારીઓને જોવા મળતા તેમને તાત્કાલિક શહેરા ફાયર વિભાગને જાણ કરી હતી.અને ફાયર વિભાગની ટીમ આવીને પાણીનો મારો ચલાવ્યો હતો. આગ વાહનોના ઢગલાની બાજુમાં એક જુના લાકડાવાળા મકાનમાં પણ લાગી ગઈ હતી,આગને કાબુમા લેવા માટે લુણાવાડા તેમજ ગોધરા ખાતેથી પણ બંબાઓ બોલાવીને પાણીનો મારો ચલાવ્યો હતો. અને આગને કાબુમા લીધી હતી. શહેરા પોલીસમથકની બાજુમા રહેણાક મકાનો આવેલા છે. આગના કારણે રહિશોમા પણ ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. પોલીસ મથકની બહાર પણ લોકોના ટોળેટોળા જામ્યા હતા. ઘટનાની જાણ થતા ડીવાએસપી એન.વી પટેલ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગની આ ઘટનામા કોઈ જાનહાની થઈ નથી.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.