ફિશરિંગ કોલેજ ભવનના ઇ-લોકાર્પણ અને ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી ‘ પ્રમાણપત્ર વિતરણ’ કાર્યક્ર્મ સાબરડેરી હિંમતનગર ખાતે યોજાયો
ફિશરિંગ કોલેજ ભવનના ઇ-લોકાર્પણ અને ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી ‘ પ્રમાણપત્ર વિતરણ’ કાર્યક્ર્મ સાબરડેરી હિંમતનગર ખાતે યોજાયો
******
રાજ્યના પશુપાલકોને પશુઓની ઘર આંગણે સારવાર મળે તે માટે વડાપ્રધાનશ્રીએ પશુ આરોગ્ય મેળાઓની શરૂઆત કરાવી હતી
મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ
**********
આ પ્રસંગે રૂ. ૧૧ કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું મહાનુભવોના હસ્તે ઇ- લોકાર્પણ કરાયું
*********
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નવા રાજપુર પશુપાલન પોલીટેકનીક તથા મત્સ્ય વિજ્ઞાન મહાવિધ્યાલયના વિધાર્થીઓના હોસ્ટેલ ભવન અનુસ્નાતક મત્સ્ય વિજ્ઞાન મહાવિધ્યાલય ભવન તેમજ પશુપાલન વિભાગના નવીન મકાનોનું ઇ- લોકાર્પણ તથા ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી ‘ પ્રમાણપત્ર વિતરણ’ કાર્યક્ર્મ કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી એ જણાવ્યું કે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૦૯માં કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. આ યુનિવર્સિટી અંતર્ગત આજે છ વેટેનરી કોલેજો, ચાર મોટા પશુ સંવર્ધન કેન્દ્રો, સાત પશુ વિજ્ઞાન કેન્દ્રો કાર્યરત છે. દરેક જિલ્લામાં પશુ મોબાઇલ વાન જેવી અનેક સુવિધાઓ થકી પશુપાલકોને તેમના પશુઓના આરોગ્યની ચિંતા દૂર કરી છે. જેથી દૂધ ઉત્પાદનમાં ફાયદો થયો છે. ગામડાના લોકોની સુખાકારીમાં વધારો થયો છે. આજે આ પ્રસંગે પશુપાલન પોલિટેકનિક તથા મત્સ્ય વિજ્ઞાન મહા વિદ્યાલય માટે વિદ્યાર્થીઓના હોસ્ટેલ ભવનો, અનુસ્નાતક મત્સ્ય વિજ્ઞાન મહા વિદ્યાલય ભવન તેમજ પશુપાલન વિભાગના નવીન મકાનોના રૂ. ૧૧ કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનો લોકાર્પણ થઈ રહ્યું છે.
રાજ્યના પશુપાલકોને ઘર આંગણે સારવાર મળે તે માટે વડાપ્રધાનશ્રી એ પશુ આરોગ્ય મેળાઓની શરૂઆત કરાવી હતી. મોબાઇલ વાન દ્વારા પશુપાલકો પશુપાલન ખાતા સાથે સંકળાયેલી આરોગ્ય સેવાઓનો લાભ લઈ રહ્યા છે. સમગ્ર દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત ચોથા ક્રમે છે. ખેડૂતોની અને પશુપાલકોની આવક વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે શ્રેષ્ઠ પશુપાલકોને ઇનામ આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. સારી ઓલાદના સંવર્ધન માટે આઇ.વી.એફ. અને સિમેન્સ જેવી પદ્ધતિઓ થકી દૂધ ઉત્પાદનમાં વધારો કરવા માટેના સંશોધનો થઈ રહ્યા છે.
વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે સૌ સહભાગી બનીએ. વિદ્યાર્થીઓએ માત્ર નોકરીના અરજદાર નહીં પણ નોકરીદાતા બનવા માટે સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવી યોજનાઓનો લાભ લઇ આગળ વધવું જોઈએ. પશુપાલન ક્ષેત્રે ગુજરાત નંબર વન બને તે માટે વિદ્યાર્થીઓને સારી કામગીરી કરવા અપીલ કરી હતી.
સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દૂધ ઉત્પાદન ક્ષેત્રે દેશ ખૂબ આગળ વધી રહ્યો છે. આ દૂધ ઉત્પાદનમાં મહિલાઓની ભાગીદારી ૮૦% જેટલી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે અનેક યોજનાઓ બનાવી છે. નારી વંદના કાર્યક્રમ, મહિલા સશક્તિકરણ વગેરે થકી મહિલાઓને સ્વાવલંબી બનાવી પગભર કરી છે. આજે પ્રમાણપત્ર મેળવનાર તમામ વિધાર્થિઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, તત્કાલી મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ અને દિવ દમણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના વિશેષ પ્રયાસો થકી હિંમતનગરના રાજપુર નવા ખાતે આ પોલિટેકનિક કોલેજને મંજૂરી આપી આ સંકુલનો અહીં વિકાસ કર્યો અને ભવિષ્યમાં પણ વિકાસ અને વિસ્તાર થતો રહેશે. પશુપાલકોના પશુઓના આરોગ્યની જાળવણી અને સારવારમાં આ સંકુલ મદદ થશે. આ વિદ્યાર્થીઓ સારી કામગીરી કરે તે માટે શુભેચ્છા પાઠવું છું.
આ પ્રસંગે સચિવ શ્રી સંદીપ કુમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પશુપાલન અને પશુ સંવર્ધન માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને ટેકનોલોજી પર ખાસ ભાર મૂક્યો છે. સમગ્ર વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે પહોંચ્યું છે દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૨૫% છે જ્યારે દેશમાં ગુજરાત દૂધ ઉત્પાદનમાં ચોથા ક્રમે છે. છેલ્લા એક દાયકામાં ૭% વૃદ્ધિ થઈ છે. ગુજરાતમાં ૧.૧લાખ પરિવારો પશુપાલન પર આધારિત છે. એટલે કે ૪૨% લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. જેથી આ વ્યવસાયની અગત્યતા વધી જાય છે. પશુપાલન મત્સ્યપાલન વગેરે થકી સ્વરોજગારી મેળવી ખેડૂતો પોતાની આર્થિક સ્થિતિ સુધારી રહ્યા છે. આજે આ પ્રસંગે રાજ્યની ૮ જેટલી પશુપાલન પોલિટેકનિક કોલેજના ૮00 જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું. જેમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ થઈ ચૂક્યા છે.
આ પ્રસંગે કુલપતિ શ્રી એન. એચ. કેલાવાળાએ કામધેનુ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતી કામગીરી અને શિક્ષણની જાણકારી આપી હતી.
પશુપાલન પોલીટેકનીક તથા મત્સ્ય વિજ્ઞાન મહાવિધ્યાલયના વિધાર્થીઓના હોસ્ટેલ ભવનો, અનુસ્નાતક મત્સ્ય વિજ્ઞાન મહાવિધ્યાલય ભવન તેમજ પશુપાલન વિભાગના નવીન મકાનોનું ઇ- લોકાર્પણ તથા ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરીના વિધાર્થિઓને ‘ પ્રમાણપત્ર વિતરણ’, સાથે પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર જાદર, હિંમતપુર, ધનિષ્ટ પશુ સુધારણા કેન્દ્ર પાનોલ અને લેઈનું ઇ-લોકાર્પણ, જિલ્લાની દૂધ ઉત્પાદક મંડળીઓને ચેક વિતરણ મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પશુપાલક નિયામકશ્રી ફાલ્ગુનીબેન ઠાકર, જિલ્લા કલેકટર શ્રી ડો. રતન કવર ગઢવી ચારણ, વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ, સાબરડેરી વાઈસ ચેરમેન ઋતુરાજભાઈ, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, શ્રી મહેન્દ્રસિંહ બારૈયા સાબર ડેરીના ડિરેક્ટર શ્રી ઓ, કામધેનું યુનિવર્સિટી નવા રાજપુરનો શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ, વિદ્યાર્થીઓ રાજ્યની અન્ય પશુપાલન પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.