જસદણ તાલુકામાં શાળાઓમાં શરૂ થઈ સત્રાંત પરીક્ષા - At This Time

જસદણ તાલુકામાં શાળાઓમાં શરૂ થઈ સત્રાંત પરીક્ષા


જસદણ તાલુકામાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં ગઈકાલથી 17 ઓક્ટોબરથી સત્રાંત પરીક્ષા શરૂ. ધોરણ 3 થી 8ની પરીક્ષા 17 ઓક્ટોબરથી શરૂ થઇ ગઇ છે. તેમજ 25મી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે. ધો.3 થી 8ની પ્રથમ સત્રાંત કસોટી માટે ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્ય કક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને આપવામાં આવ્યું છે. જસદણ તાલુકામાં પ્રાથમિક શાળાઓની સત્રાંત પરીક્ષા 17 ઓક્ટોબરથી શરુ થઈ છે દરેક દિવસે ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8 માટે અલગ અલગ સમય છે. ધોરણ 3 થી 5 માટે 11:00 થી 1:00 સુધીનો સમય અને ધોરણ 6 થી 8 માટે બપોરે 2:00 થી 5:00 સુધીનો સમય છે. ધોરણ 3 થી 5 ની તમામ કસોટી 40 ગુણની રહેશે તેમજ ધોરણ 6 થી 8ની તમામ કસોટી 80 ગુણની રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.