જસદણના ખરવાવડી ગામની સ્કૂલની પીએમ સ્કૂલ યોજનામાં થઈ પસંદગી - At This Time

જસદણના ખરવાવડી ગામની સ્કૂલની પીએમ સ્કૂલ યોજનામાં થઈ પસંદગી


દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણનો સર્વાંગી વિકાસ થાય તે સંદર્ભે પી.એમ. સ્કૂલ યોજના અમલમાં મૂકી છે. જે અંતર્ગત જસદણ તાલુકાની ખરવાવડી ગામની ખરવાવડી સ્કૂલની પસંદગી થતાં કલેક્ટર શાળાના નિરીક્ષણ અર્થે દોડી ગયા હતા. આ પીએમ સ્કૂલ યોજના અંતર્ગત પસંદગી પામેલ શાળામાં તમામ પાસની સુવિધા, ગ્રેડેશન વધારવું, તમામ ભૌતિક સુવિધા, સ્કૂલમાં વિકાસના કામો, નવી શિક્ષણનીતિની અમલવારી જેવા તમામ મુદ્દા આવરી લેવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગુજરાત સરકારે રાજકોટ જિલ્લાની કુલ 18 સ્કૂલની પસંદગી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.