દાહોદ મામલતદાર દ્વારા ગરબાડા ચોકડી ખાતે બનાવટી NA ઓર્ડરનો ભોગ બનનાર મિલકતદારોની દુકાનો પર નોટીસ ફટકારતા વેપારીઓમાં ગભરાટ.
દાહોદમાં નકલી એનએ ઓર્ડરની તપાસમાં સરકારી પડતર જમીન પર 150થી વધુ દુકાનો બાંધવામાં આવી હોવાનું બહાર આવ્યું છે અને તંત્ર દ્વારા તે દુકાનો સાત દિવસમાં દૂર કરવા નોટિસો ફટકારવામાં આવતા ચોંટાડવા આવતા દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો છે. . . દાહોદમાં જમીન વેચી દેવાનો બનાવટી ઓર્ડર તૈયાર કરાયો હતો પોલીસ ફરિયાદ પ્રકાશમાં આવતાં મુખ્ય સૂત્રધારને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. સમગ્ર પ્રકરણની ચાલી રહેલી તપાસમાં 219 જેટલા સર્વે નંબરો શંકાસ્પદ જણાતા તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં દાહોદના ગરબાડા રોડ પરના એક સર્વે નંબરના અમુક ભાગમાં જમીન માફિયાઓએ નકલી એનએ ઓર્ડરનો ઉપયોગ કર્યો છે. પરંતુ તેણે સર્વે નંબર નજીક આવેલી સરકારી પડતર જમીનમાં 400 ગુંઠાથી વધુ જમીનનો કબજો મેળવી લીધો હતો. અને ત્યાં એક આખું બજાર બનાવવામાં આવ્યું છે. ભ્રષ્ટ અધિકારીઓ સાથે મીલીભગત કરીને જમીન માફિયાઓએ બનાવટી પ્રોપર્ટી કાર્ડ બનાવી અસલી પ્રોપર્ટી કાર્ડમાં ફેરફાર કરીને 400 ગુઠાથી વધુ કિંમતની સરકારી જમીન પણ બારોબાર વેચી દીધી હતી. અને જમીનના દસ્તાવેજો પણ કર્યા હતા. તપાસમાં સરકારી જમીનમાં દબાણ હોવાનું બહાર આવતા દાહોદ મામલતદારે દબાણ માપણી અને સીમાંકન કરી 150 જેટલી દુકાનોને નોટીસ પાઠવી સાત દિવસમાં બાંધકામ દૂર કરવા જણાવ્યું હતું, જેના કારણે ભોગ બનેલા દાહોદના વેપારીઓમાં ગભરાટ ફેલાયો હતો. ચોંટડીમાં જમીન માફિયાઓના કાવતરાની. અને છેતરપિંડી થઈ હોવાનો દાવો કરી પોતે ખરીદેલી મિલકત બચાવવા રજૂઆત કરવા કલેક્ટર કચેરીના ચક્કર લગાવી રહ્યા છે. આ અંગે દાહોદ મામલતદારને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. એક તરફ દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે તો બીજી તરફ દાહોદમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા નકલી એન.એ.કાંડણી શહેરની બજારને પણ અસર થઈ રહી છે. જેના કારણે બજારમાં ભારે મંદી ચાલી રહી છે. ત્યારે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની તૈયારીઓ શરૂ કરાતા સમગ્ર દાહોદ શહેરમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. અને દિવાળી બગડવાનો ભય સેવાઈ રહ્યો છે.
8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.