સ્પીડ બ્રેકર ન દેખાતાં બાઈક સ્લીપ થયું, ઈજાગ્રસ્ત આરટીઓ એજન્ટનું મોત
સ્પીડ બ્રેકર ન દેખાતાં ચાલકે બાઈક પરથી કાબુ ગુમાવતાં ફંગોળાયા હતા અને તેને ગંભીર ઇજાઓ થતાં આરટીઓ એજન્ટનું મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનાર રાજેન્દ્રભાઈ ખુંગલા રાજકોટમાં આરટીઓ ઓફીસ પાસે રહેતાં અને પોતે આરટીઓમાં એજન્ટનું કામ કરતાં હતાં. ગઈકાલે ઘરે પરત જતાં હોય ત્યારે મોરબી રોડ જકાનાકા પાસે સ્પીડ બ્રેકર ન દેખાતા પટકાયા હતા જેને સારવારમાં દમ તોડી દિધો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં આરટીઓ ઓફિસ પાસે મનહર સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઈ નવલભાઈ ખુંગલા (ઉ. વ.45) ગઈ કાલે રાત્રીના 10 વાગ્યાં આસપાસ પોતાના ઘરે જતાં હતાં ત્યારે ગ્રીન લેન્ડ ચોકડીથી મોરબી ચોકડી વચ્ચે જકાતનાકા પાસે એચપી પેટ્રોલ પંપ પાસે બાઈક સ્લીપ થઇ જતાં તાકીદે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં દમ તોડી દિધો હતો. મૃત્યું પામનાર રાજેન્દ્રભાઈ આરટીઓમાં એજન્ટનું કામ કરતાં હતાં.
ગઈ કાલે રાત્રીના તેઓ ઘરે જતાં હતાં ત્યારે જકાતનાકા પાસે એચપી પેટ્રોલ પંપ પાસે રોડ પર સ્પીડ બ્રેકર ન દેખાતાં સ્પીડ બ્રેકર ઠેકાળ્યું હતું. અને બાઈક સવાર રાજેન્દ્રભાઈએ બાઈક પરથી કાબુ ગુમાવતાં પટકાયા હતા. ત્યારે શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને તાકીદે તેઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવારમાં મોત નિપજ્યું હતું.
તેઓ બે ભાઈ અને એક બહેનમાં નાનાં હોવાનું અને તેઓને સંતાનમાં એક પુત્રી હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહિ કરી હતી. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.