આજીડેમ ચોકડી પાસેથી 14 ચોરાઉ મોબાઈલ સાથે ઝડપાયો
આજીડેમ ચોકડી પાસેથી 14 ચોરાઉ મોબાઈલ સાથે ગોંડલનો અર્જુન દાણીધારીયાને આજીડેમ પોલીસે ઝડપી રૂ.1.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. ગઠિયો અંજારમાંથી મોબાઈલ ચોરી કરી ગોંડલ ભાગી જવાની ફિરાકમાં હતો ત્યારે જ પોલીસે પકડી લીધો હતો.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી.સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમારે સઘન પેટ્રોલીંગ કરી મિલકત સંબંધી અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવાની આપેલ સૂચનાથી આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.જી.રાણા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના એ.એસ.આઇ. રવિ વાંક, કોન્સ્ટેબલ મહેશ કોઠીવાળ, જગદિશસિંહ પરમારને એક શખ્સ મોરલીધર વે બ્રીજ પાસે ચોરાઉ મોબાઈલ સાથે ઉભો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી મોરલીધર વે બ્રિજ પાસે ઉભેલ શખ્સની અટક કરી તેનું નામ પૂછતા અર્જુન ભીખા દાણીધારીયા (ઉ.વ.23), (રહે.નિલકંઠ રેસિડેન્સી ભગવતપરા ગોંડલ) જણાવ્યું હતું.
તેની પાસે રહેલ અલગ અલગ કંપનીના 14 મોબાઈલ અંગે પૂછપરછ કરતાં તે કોઈ જવાબ કે આધાર આપી ન શકતા અર્જુન દાણીધારીયાની ધરપકડ કરી ચોરાઉ 14 મોબાઈલ મળી કુલ રૂ.1.50 લાખનો મુદામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, ચોરાઉ મોબાઈલ સાથે પકડાયેલો શખ્સ અંજાર પંથકમાંથી મોબાઈલ ચોરી કરી ગોંડલ તરફ જતો હોવાની કબૂલાત આપી હતી. વધું મોબાઈલ ચોરીના ભેદ ઉકેલવા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.