**સંજેલી ગ્રામ પંચાયત હસ્તક ૧૪૭ દુકાનોના સર્વે હાથ ધરાયા.રુપિયા ૭ લાખ ભાડુ બાકી અન્ય પરપ્રાંતિયઓને ઉંચા ભાડે દુકાનો ભારોભાર ચુકવી હોવાની વિગતો ** રીપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી
**સંજેલી ગ્રામ પંચાયત હસ્તક ૧૪૭ દુકાનોના સર્વે હાથ ધરાયા.રુપિયા ૭ લાખ ભાડુ બાકી અન્ય પરપ્રાંતિયઓને ઉંચા ભાડે દુકાનો ભારોભાર ચુકવી હોવાની વિગતો **
સંજેલી ગ્રામ પંચાયતના હસ્તકની 147 જેટલી દુકાનો ધંધા રોજગાર માટે ગામના બેરોજગાર લોકોને માસિક ભાડું ચૂકવવાની શરતે ફાળવેલ હતી, જેમા કેટલાક લોકો દ્વારા ભાડું અનિયમિત ચૂકવણી કરવામા આવતી હોવાનુ સામે આવ્યુ હતુ, ભાડા પેટે રૂપીયા 7 લાખ જેટલું ભાડુ બાકી હોવાથી પંચાયતને વહીવટમા ખૂબ તકલીફ પડી રહી છે, ગ્રામ પંચાયત દ્વારા એક દૂકાન દિઠ મિનિમમ માસિક રૂપીયા 811/- ના ભાડે દુકાનો તેમજ જમીનો ફાળવવામાં આવી હતી, પરંતુ ગામના લોકોને ફાળવેલ દુકાનો લોકોએ અન્ય તાલુકા અને જીલ્લા તેમજ રાજ્ય બહારના લોકોને ઊંચા દરે ભાડે આપી અને ભાડું વસૂલતા હોય છે. જેને લઇ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સંજેલી ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે ઠેર ઠેર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. રાજ્ય સરકારે ગ્રામ પંચાયતને દબાણો દૂર કરવાની સત્તા આપેલ હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડી રહ્યું છે. પંચાયતના રેકર્ડ પર 147 જેટલી દુકાનો ફાળવેલી પરંતુ સ્થળ પર અન્ય લોકોએ દબાણ કરીને 200 થી વધુ દુકાનો બનાવી દેવામા આવી છે.
સંજેલી ગ્રામ પંચાયતમાં સુવિધાઓ અને કર્મચારીઓનો પગાર ભથું નીકળી રહે તેમ જ બેરોજગાર લોકો પણ ધંધા રોજગાર કરી પોતાનું ગુજરાત ચલાવી શકે તે માટે ગ્રામ પંચાયત દ્વારા 811 રૂપિયાના માસિક ભાડે ધંધા રોજગાર માટે દુકાનો તેમજ જમીનો ફાળવવામાં આવી હતી. મોટાભાગના દુકાનદારો અનિયમિત વેરો અને ભાડુ ભરે છે, પંચાયત દ્વારા ફાળવેલી આ દુકાનો તાલુકા જિલ્લા તેમજ રાજ્ય બહારના પરપ્રાતિય લોકોને ઊંચા ભાડે આપી અને ભાડું વસુલતા હોય છે. આ બાબતને લઈને અગાઉ જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હતી. TDO ની અધ્યક્ષ સ્થાને યોજાલી ગ્રામસભામાં આવી દુકાનો જપ્ત કરી અને તેની સામે કાર્યવાહી કરાય તેમજ દબાણ ખુલ્લા કરાય તે માટે લોકોએ ધારદાર રજૂઆત કરી હતી. જે દબાણ દૂર કરવા માટે પંચાયતે ઠરાવ પણ કર્યો હતો. પંચાયતના રેકર્ડ પર 147 દુકાનોનું 07 લાખ જેટલું ભાડું બાકી હોવાથી સંજેલી સરપંચ મનાભાઈ ચારેલ અને બે તલાટી પંચાયતના કર્મચારી મળી કુલ 04 કર્મચારીઓધી ટીમ બનાવી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામ પંચાયતની દુકાનો જે વ્યકિતિને ફાળવેલ હોય તેણે જાતે જ બેસી ધંધો રોજગાર કરવાનો હોય છે, અને પંચાયતમાં સમયસર વેરો ભરે છે કે કેમ તે બાબતને દુકાને જઈ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
147 માંથી 47 જેટલી દુકાનોનુ સર્વે થયું જેમાં પંચાયતે ફાળવેલી દુકાનો દુકાનદારે અન્યને ભાડે આપી હોવાનું સર્વેમાં 06 દુકાનો સામે આવી જેથી ભાડે આપનાર અને વેરોના ભરનાર દુકાનદારો સામે કોઈ કાર્યવાહી થશે ?? કે પછી ભીનું સંકેલાઈ જશે ? પરપ્રાંતિય અને બીજાને ભાડે આપનાર દુકાનદારો માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.