ઇવેન્ટ પોર્ટી પ્લોટ કાલાવાડ રોડ રાજકોટ ખાતે સમસ્ત મહેર સમાજ રાજકોટ આયોજીત નવરાત્રી મહોત્સવ - ર૦ર૪ સંપન્ન. - At This Time

ઇવેન્ટ પોર્ટી પ્લોટ કાલાવાડ રોડ રાજકોટ ખાતે સમસ્ત મહેર સમાજ રાજકોટ આયોજીત નવરાત્રી મહોત્સવ – ર૦ર૪ સંપન્ન.


નવરાત્રી રસોત્સવમા ન કોઈ ફી ન કોઈ બેનર જાહેરાત છતા ખેલૈયાઓને ઈનામો અને આઠ દિ. સ્વાદિષ્ઠ ભોજન સમારંભ.
ગોસા (ઘેડ)તા.૧૭/૧૦/૨૦૨૪ સમસ્ત મહેર સમાજ રાજકોટ દ્વારા તા.૩-૧૦-ર૦ર૪ થી ૧૧-૧૦-ર૦ર૪ સુધી રાત્રે ૮ઃ૦૦ વાગ્યે થી ૧રઃ૦૦ વાગ્યા સુધી ઇવેન્ટ પોર્ટી પ્લોટ કાલાવાડ રોડ રાજકોટ ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું છે૯લા ૧પ વર્ષથી થતાં આ આયોજનમાં રાજકોટ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વસતા મહેર જ્ઞાતિજનો ઉત્સાહભેર જોડાયા હતા.
આ નવરાત્રી આયોજનમાં *છઠા નોરતે જુનાગઢ મહેર મહિલા ગૃપના પરંપરાગત રાહડાના કાર્યક્રમ યોજાયો હતો.* જેમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રરંપમુખશ્રી વિમલજીભાઇ ઓડેદરા ઉપસ્થિત રહયા હતા. આ તકે જુનાગઢ મહેર મહિલા ગૃપ દ્વારા આપણી જ્ઞાતિના પરાગત પરિધાનમાં વિશ્વ વિખ્યાત રાહડા રજુ કર્યા હતા.
૭માં નોરતે આપણી જ્ઞાતિના પરંપરાગત પરિધાનમાં ભાઇઓનો વિશ્વ વિખ્યાત મણીયારો રાસ તેમજ બહેનોના વિશ્વ વિખ્યાત રાહડાનું ઢોલ-શરણાઇના સથવારે ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં પોરબંદર વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા ઉપસ્થિત રહયા હતા અને માં જગદંબાની આરાધના આરતીનો લાભ લીધો હતો.
રાજકોટ મહેર સમાજ દ્વારા યોજવામાં આવતી નવરાત્રી મહોત્સવમાં કોઇ પ્રવેશ ફી તથા કોઇ બેનર જાહેરાત લેવામાં આવતી નથી ફકત મહેર સમાજના દાતાશ્રીઓના અનુદાનથી શ્રેષ્ઠ ખેલૈયાઓને ઇનામોની ૯હાણી તેમજ નવરાત્રી મહોત્સવમાં જોડાયેલા મહેર પરિવારો માટે સતત આઠ દિવસ સુધી સ્વાદિષ્ટ જમણવારનું આયોજન કરવામાં આવેલ હતું
આ નવરાત્રી મહોત્સવને યાદગાર બનાવવા @maher samaj rajkot નામની યુટયુબ ચેનલ ઉપર પ્રસારીત કરવામાં આવેલ સમગ્ર નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે મહેર સમાજ રાજકોટ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર :-વિરમભાઇ કે.આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.