ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરા દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ પખવાડીયા દરમિયાન સઘન કામગીરી હાથ ધરાઇ - At This Time

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરા દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ પખવાડીયા દરમિયાન સઘન કામગીરી હાથ ધરાઇ


પંચમહાલ, ગુરૂવાર :
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરા દ્વારા પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા.૧૭/૧૦/૨૦૨૪ ના પખવાડીયા દરમિયાન સઘન કામગીરી કરવામાં આવી છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરા દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી અંતર્ગત ઉત્પાદક, હોલસેલર તથા રિટેલ વેપાર કરતા વેપારીઓ પાસેથી દુધ અને દુધની બનાવટો, ખાદ્યતેલ, બેકરી પ્રોડક્ટસ, મસાલા, ડ્રાયફ્રુટ્સ, ઘી, તૈયાર ખોરાક, ફરસાણ અને મીઠાઈના કુલ ૪૬ ફોર્મલ સેમ્પલ, ૯૧ સર્વેલન્સ તથા ૬૦ થી વધુ ઈન્સપેક્શન કરવામાં આવ્યા છે.
વધુમાં કાલોલ તાલુકાના મધવાસ મુકામે મે. શ્રી હરી મસાલા ગોડાઉન ખાતેથી અંદાજે રૂ.૬૬૯૦૦/- ની કિમંતનો ૯૪.૩૫ કી.ગ્રા જેટલો વિવિધ મસાલાનો જથ્થો અને ગોધરા સ્ટેશન રોડ પર પોલીસ ચોકી નં.૬ ની સામે આવેલ મે.એસ.એમ.ટ્રેડર્સ ખાતેથી શ્રી હરી બ્રાંડનો ૫૦૦ ગ્રામના કંપની પેક મીક્ષ ચવાણાનો અંદાજે રૂ.૧૫૧૬૨૦/- ની કિંમતનો ૧૨૬૩.૫ કી.ગ્રા જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. લેવામાં આવેલા નમુનાના પરીણામ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરાના ડેઝીગ્નેટેડ ઓફિસરએ એક યાદી દ્વારા જણાવ્યું છે.
વધુમાં પાવાગઢ, બાલિસનોર અને સંતરામપુર ખાતે રજીસ્ટ્રેશન અને લાયસન્સ કેમ્પ યોજીને કુલ ૧૯૨ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. તેમજ ફુડ સેફ્ટી વાન દ્વારા ટેસ્ટીંગ તથા એફ.બી.ઓ. અને સ્કુલના બાળકોને ફુડ સેફ્ટીને લગતી વિવિધ બાબતોની જાણકારી આપવાના હેતુથી જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યા હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરાના ડેઝીગ્નેટેડ ઓફિસરએ એક યાદી દ્વારા જણાવ્યું છે.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.