ભાવનગર વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં તા. ૨૭ થી ૨૯ ઓકટોબર ૧૩૫ એકસ્ટ્રા બસો દોડાવશે - At This Time

ભાવનગર વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં તા. ૨૭ થી ૨૯ ઓકટોબર ૧૩૫ એકસ્ટ્રા બસો દોડાવશે


ભાવનગર વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં તા. ૨૭ થી ૨૯ ઓકટોબર ૧૩૫ એકસ્ટ્રા બસો દોડાવશે

AT THIS TIME ગારીયાધાર

આગામી દીવાળીના તહેવારો દરમ્યાન લોકો પોતાના વતન તરફ પ્રવાસ કરતાં હોય મહતમ પ્રજાને જાહેર પરિવહનનો લાભ મળી રહે તે હેતુથી ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગ દ્વારા તા.૨૭.૧૦.૨૦૨૪ થી તા.૨૯.૧૦.૨૦૨૪ સુધી વિભાગના તમામ ૮ (આઠ)ડેપો ખાતેથી એકસ્ટ્રા બસોનું આયોજન કરવામા આવેલ છે.

ભાવનગર/બોટાદ જીલ્લાના મહતમ રત્ન કલાકારો સુરત તથા આસપાસના વિસ્તારમાં સ્થાયી થયેલ હોઈ તેઓને વતન પરત લાવવા ભાવનગર વિભાગ દ્વારા તા.૨૬.૧૦.૨૦૨૪ થી તા.૨૯.૧૦.૨૦૨૪ સુધી કુલ ૧૩૫ બસો સુરત મોકલવામા આવશે.

જેમાં તા.૨૭.૧૦.૨૦૨૪ ના રોજ ૫૦ એકસ્ટ્રા બસ, તા.૨૮.૧૦.૨૦૨૪ ના રોજ ૬૦ એકસ્ટ્રા બસ, તા.૨૯.૧૦.૨૦૨૪ ના રોજ ૨૫ એકસ્ટ્રા બસ દોડાવવામાં આવશે. આ બસોનો લાભ આવતાં જતાં બન્ને તરફ એસ. ટી. બસનો લાભ જાહેર જનતાને મળી શકે તે હેતુથી આ બસોને ટ્રાફીકની માંગ ધ્યાને લઈ પ્રથમ દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, વડતાલ, અમદાવાદ તરફ સંચાલન કરવામા આવશે જેનું ઓનલાઈન બુકીંગ પણ થશે. આયોજન મુજબ ભાવનગર, તળાજા,તેમજ મહુવા ડેપો દવારા બસો દાહોદ મુકામે સંચાલન થયા બાદ સુરત જશે. બરવાળા તેમજ ડેપોના વાહનો અમદાવાદ/વડોદરા મુકામે સંચાલન થયા બાદ સુરત જશે.

વધુમાં જો કોઈ સમુહ/ગ્રુપના ૫૦ જેટલા મુસાફરો એક સાથે બુકીંગ કરાવવા ઈચ્છે તો તેઓના વિસ્તાર, ફળીયા, શેરીમાં બસો ની ફાળવણી કરવામા આવશે. મુસાફરોની માંગ તેમજ ધસારાને ધ્યાને લઈ હેડ કવાર્ટર ડેપો ખાતે ૫(પાંચ) બસો તથા અન્ય ડેપો ખાતે ર બસ સ્ટેન્ડબાય રાખવામા આવશે તેમાં વિભાગીય નિયામક ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.