યોગી સરકારના રાજમાં વધુ એક એન્કાઉન્ટર:બહરાઈચ હિંસાના આરોપી સરફરાઝ અને તાલિબને નેપાળ બોર્ડર પર ગોળી ધરબી, હાલત ગંભીર - At This Time

યોગી સરકારના રાજમાં વધુ એક એન્કાઉન્ટર:બહરાઈચ હિંસાના આરોપી સરફરાઝ અને તાલિબને નેપાળ બોર્ડર પર ગોળી ધરબી, હાલત ગંભીર


ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લામાં હિંસાના બે આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. બંને આરોપીઓ નેપાળ ભાગી જવાના પ્લાનમાં હતા. ઘટનાના દિવસથી પોલીસ તેમની પાછળ હતી. આજે પોલીસને તેમનું લોકેશન મળ્યું, ત્યારપછી તેમને ટ્રેક કરવામાં આવ્યા હતા. આરોપીઓનાં નામ સરફરાઝ અને તાલિબ છે. બહરાઈચમાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન રામગોપાલ મિશ્રાને ગોળી મારનાર આરોપી રિંકુ સરફરાઝ ખાન અને તાલિબનું પોલીસે એન્કાઉન્ટર કર્યુ છે. તે મુખ્ય આરોપી અબ્દુલ હમીદનો બીજો પુત્ર છે. ગઈકાલે જ તેની ફાયરિંગ કરતી તસવીર પણ સામે આવી હતી. સરફરાઝની બહેનને એન્કાઉન્ટર થવાની આશંકા હતા
મુખ્ય આરોપી અબ્દુલ હમીદની પુત્રી રૂખસારે આજે સવારે એક નિવેદન આપ્યુ હતું. તેણે કહ્યું, 'ગઈકાલે બુધવારે સાંજે 4 વાગ્યે મારા પિતા અબ્દુલ હમીદ, મારા બે ભાઈ સરફરાઝ, ફહીમ અને તેમની સાથે અન્ય એક યુવકને યુપી એસટીએફ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. મારા પતિ અને મારા દિયરને પહેલેથી જ ઉઠાવી લેવામાં આવ્યા છે. કોઈપણ પોલીસ સ્ટેશનમાંથી તેમના વિશે કોઈ ભાળ મળી રહી નથી. હિંસાના પાંચમા દિવસે રામ ગોપાલને ગોળી મારવામાં આવી હોવાનો વીડિયો સામે આવ્યો
રામ ગોપાલ મિશ્રાનો એક નવો વીડિયો ગુરુવારે સામે આવ્યો છે. છત પર ધ્વજ ફરકાવ્યા બાદ રામ ગોપાલ બીજો ધ્વજ લપેટી રહ્યા દેખાય છે. આ દરમિયાન, સામેથી એક ગોળી મારવામાં આવે છે, જે તેમની છાતીમાં વાગી હતી. તેઓ નીચે પડી જાય છે. વીડિયોમાં બાળકોની બુમો સંભળાય છે - મર ગયા...મર ગયા, ભાગ..ભાગ. વીડિયો જોઈને લાગે છે કે તેને સામેના ટેરેસ પરથી બનાવવામાં આવ્યો છે. જ્યાં હંગામો થયો તે અબ્દુલ હમીદના ઘરનું ધાબુ હતી
રામ ગોપાલને ગોળી મારવામાં આવી રહ્યો હોવાનો જે વીડિયો સામે આવ્યો છે તે અબ્દુલ હમીદ નામના વ્યક્તિના ઘરનું ધાબુ છે. આ ઘરમાં રામ ગોપાલની હત્યા કરવામાં આવી હતી. રવિવારે દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન જે હોબાળો થયો હતો તે અબ્દુલ હમીદના ઘરેથી શરૂ થયો હતો. પહેલા ડીજે મામલે વિવાદ થયો હતો. ત્યારબાદ પથ્થરમારો શરૂ થયો હતો. આ દરમિયાન તક ઝડપીને રામ ગોપાલ ધાબા પર ચઢી ગયા હતા. તેમણે ત્યાં લગાવેલ ધ્વજ ઉતારી લીધો અને ભગવો ધ્વજ લહેરાવ્યો હતો. આ પછી, તે ધ્વજ સમેટી રહ્યા હતા ત્યારે તેમને દૂરથી ગોળી મારવામાં આવી હતી. પોલીસે રામ ગોપાલની હત્યામાં અબ્દુલ હમીદ, તેના બે પુત્રો સહિત છ લોકોના નામ આપ્યા છે. આ કેસમાં 4 અજાણ્યા લોકો પણ સામેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.