નેત્રંગ તાલુકા ના ગલીબા ખાતે 10માં તબક્કા નો 3 સેવાશેતું કાર્યક્રમ યોજાયો - At This Time

નેત્રંગ તાલુકા ના ગલીબા ખાતે 10માં તબક્કા નો 3 સેવાશેતું કાર્યક્રમ યોજાયો


નેત્રંગ તાલુકાના ગાલીબા ગામે ૧૦ તબક્કાના ૩ સેવાસેતુનો કામઁક્રમ ભરૂચ લોકસભા સાંસદ મનસુખ ભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.જેમાં ગાલીબા, વાલપોર, ફીચવાડા,કુંડ, બિલાઠા, વરખડી,ખરેઠા, યાલ, મોવી, વાંદરવેલી અને રૂપઘાટ ગ્રામજનોના આધારકાર્ડ, રેશન કાર્ડ, વૃદ્ધ-વિધવા પેન્શન, ભારત આયુષ્માન કાર્ડ અને રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણ કારી યોજના લાભ ઘરઆંગણે આપવામાં આવ્યો હતો.ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના કલ્યાણ માટે રાજ્ય-કેન્દ્ર સરકાર વિવિધ યોજના અમલમાં મુકે છે.પરંતુ સારા ઉધોગ-ધંધામાં રોજગાર અને સારી નોકરી કરવી હોય તો શિક્ષણ ખુબ જ જરૂરી છે.આજના સમયમાં શિક્ષણ વગર કંઈપણ શક્ય નથી. વિધાથીઓના અભ્યાસ માટે સરકાર શિષ્યવૃતિ આપીને પ્રોત્સાહિત કરે છે. આદિવાસી સમાજનો સવોગીં વિકાસ શિક્ષણથી થશે તેવું જણાવ્યું હતું.જે દરમ્યાન ભરૂચ જી.બાંધકામ ચેરમેન રાયસીંગભાઈ વસાવા,નેત્રંગ તા.પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા મામલતદાર શ્રી રિતેશ ભાઈ કોંકણી.ટીડીઓ શોહેલ પટેલ.RFO મીના બેન પરમાર તેમજ બીજા અલગ અલગ પદાધિકારીઓ- અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.