વીંછિયામાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો એસિડ પી આપઘાત - At This Time

વીંછિયામાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો એસિડ પી આપઘાત


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
વિછીયામાં આવેલા શિવાજીપરા વિસ્તારમાં રહેતા યુવાને આર્થિક ભીંસથી કંટાળી એસીડ પી લીધું હતું. યુવકનું સારવારમાં મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિછીયામાં આવેલા શિવાજીપરા વિસ્તારમાં રહેતા મુકેશ મનુભાઈ પાટડીયા નામનો 35 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં આર્થિક ભીંસથી કંટાળી એસિડ પી લીધું હતું. યુવાનને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મુકેશ પાટડીયા ત્રણ ભાઈ બે બહેનમાં મોટો અને અપરણિત હતો. મુકેશ પાટડીયા ભંગાર વીણી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
પરંતુ આર્થિક ભીંસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image