બોટાદમાં દિવ્યાંગ તાલીમાર્થીઓએ તૈયાર કરેલ દિવડા-કોડિયા, તોરણ રંગબેરંગી ટોડલીયા અને કલાત્મક હાર નું વેચાણ
(ચેતન ચૌહાણ દ્વારા)
બોટાદમાં આવેલ આસ્થા સ્નેહનું ઘર મનોદિવ્યાંગ તાલીમ કેન્દ્રમાં તાલીમાર્થીઓ દ્વારા પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ રંગબેરંગી કલાત્મક કોડિયા-દીવડા, તોરણ, ભગવાનની મૂર્તિ અને ફોટા માટેના કલાત્મક હાર તથા ટોડલિયા તૈયાર કરવામાં આવેલ છે. દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ વસ્તુઓનું વેચાણ સ્નેહનું ઘર દિવ્યાંગ તાલીમ કેન્દ્ર, હસમુખ ફર્નિચર પાછળ, યોગીનગર પાળીયાદ રોડ, બોટાદ ખાતે કરવામાં આવી રહ્યું છે. દિપાવલી પર્વ નિમિત્તે તમારા ઘરને પ્રકાશિત અને સુશોભિત કરવા માટે દિવ્યાંગ જનોએ તૈયાર કરેલ આ વસ્તુઓ ખરીદી તેમની પ્રવૃત્તિને સહાનુભૂતિ તેમજ હુંફ અને પ્રેમ પૂરો પાડવા માટે સંસ્થા દ્વારા અખબારી યાદીમાં નગરજનોને નમ્ર અપીલ કરવામાં આવે છે. આ વસ્તુઓ જોવા અને ખરીદવા માટે સંસ્થાની મુલાકાત લેશો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.