ઉના ગીર ગઢડા પંથકમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન
ઊના ગીરગઢડા પંથકમાં અનેક ગામોમા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો...ઉગલા, ધોકડવા નગડીયા, બેડીયા, અંબાડા સહિત ગામોમા વરસાદ વરસી જતા રસ્તા પર પાણી વહેતા થયા
ગીરગઢડાના ધોકડવા નજીકના દસથી આજુબાજુના ગામોમાં ગાજવીજ સાથે મેધરાજાનું મંડાળ થયાં રસ્તા પર પાણી વહેતા થયા હતા. ઉના ગીરગઢડા પંથકના ભારે ગરમીનાં ઉકળાટ બાદ બપોર પછી અચાનક ગીરગઢડા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ગીરગઢડાના ઉગલા, ધોકડવા, નગડીયા, બેડીયા, અંબાડા સહિત 10 થી વધુ ગામોમાં વરસાદ વરસ્યો હતો. અને વરસાદ વરસી જતા રસ્તા પર પાણી વહેતા થયા હતા.
વરસાદના પગલે ખેડૂતોના ખેતરમા વાવેતર કરેલ પાકમાં મહેનત પર પાણી ફળી વળ્યું હતું. જગતના તાતને વરસાદ વેરી બન્યો હોય
અચાનક આવેલા વરસાદથી ખેતરમાં પડેલ મગફળી, સોયાબીન, મગ, અડદ, ડુંગળી જેવા તૈયાર પાકને ભારે નુક્સાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આમ ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાયો હતો તો પશુધન માટેનો ચારો પણ ભારે નુક્સાન થયું હતું જેથી જગતના તાત ચિંતિત બન્યા.
હાલ ઉના પંથકમાં પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ભારે ગાજવીજ સાથે વીજળીના ચમકારા થયાં લોકોમાં ચિંતા જોવા મળી છે.
રિપોર્ટર:-માવજી વાઢેર ઉના ગીર સોમનાથ
7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.