નાગલપર ગામે તમાકું નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોડ દ્વારા સરપ્રાઇસ ચેકીંગ હાથ ધરાયું - At This Time

નાગલપર ગામે તમાકું નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોડ દ્વારા સરપ્રાઇસ ચેકીંગ હાથ ધરાયું


(રાહુલ સાંકળિયા દ્વારા)
આજરોજ તારીખ 16-10-2024ના રોજ બોટાદના નાગલપર ગામે તમાકું નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોડ દ્વારા ચેકીંગ હાથ ધરાયું.જેમાં બોટાદ જીલ્લામાં તમાકું કે તમાકુંની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે.તમાકું વિરોધી કાયદો "સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ" (કોટપા -2003)નું સધન અમલીકરણ થાય તે હેતુથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ,તુરખાના નાગલપર ગામે સરપ્રાઈઝ ચેકીંગ કરાયું.જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના-મોટા વેપારીઓ, પાન ગલ્લા પાર્લર વગેરે નવ સ્થળો પર આકસ્મિક સ્થિતિમાં ધરી 9 સ્થળો પર આકસ્મિક સ્થિતિમાં ચેકિંગ હાથ ધરી 8 જેટલા દુકાનદાર પાસેથી રૂ.850/- વસૂલ કરવામાં આવેલ હતો. જેમાં "તમાકુથી કેન્સર થાય છે" અને "18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણ એ દંડનીય ગુનો છે " અને "સિગારેટ તથા બીડીના છૂટક વેચાણ પર પ્રતિબંધિત છે" એવા લખાણ સાથે આરોગ્ય વિષયક નિર્દેશિત કરાયા.આ સરપ્રાઈઝ ચેકિંગની કામગીરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખાના ડો.આશિષ વેદાણી,મેડિકલ ઓફિસર આયુષ, ડો.રાધેશ ધ્રાંગધરિયા, સુપરવાઇઝર જયેશ ચૌહાણ તથા પોલીસ સ્ટાફ શિવરાજસિંહ પરમાર અને વિક્રમસિંહ વગેરે દ્વારા કામગીરી કરાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.