મનરેગા યોજના અંતર્ગત ગ્રામ્ય વનીકરણના ભાગરૂપે ધૂફણીયા ગામે વૃક્ષારોપણ કરાયુ - At This Time

મનરેગા યોજના અંતર્ગત ગ્રામ્ય વનીકરણના ભાગરૂપે ધૂફણીયા ગામે વૃક્ષારોપણ કરાયુ


(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વૃક્ષ, વતન અને વાવેતર'ના વિઝન સાથે "એક પેડ માં કે નામ" અભિયાનને બોટાદ જિલ્લામાં પુષ્કળ સહયોગ મળી રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ધૂફણીયા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ તકે વડાપ્રધાનના સમગ્ર દેશને હરિયાળુ કરવાના સ્વપ્નને સાકાર કરવા મનરેગા ગુજરાત યોજનાના સંદર્ભમાં ધૂફણીયા ગામના ગ્રામલોકો સહિત મહાનુભાવો વૃક્ષારોપણમાં જોડાયા હતા અને જુદા-જુદા પ્રકારના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.