ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવની થઈ ઉજવણી - At This Time

ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવની થઈ ઉજવણી


ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ -૨૦૨૪ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના બાળકોએ ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને રાસગરબાની રમઝટ બોલાવી હતી. સંગીતમય ગરબાના તાલે ઉત્સાહપૂર્વક ગરબે રમી મા શક્તિની આરાધના કરી હતી. આ નવરાત્રી મહોત્સવ અંતર્ગત યોજાયેલ રાસ ગરબાના કાર્યક્રમમાં શાળાના બાળકો સાથે તમામ શિક્ષકો પણ જોડાયા હતા.
સુંદર ગરબે રમનાર ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શિક્ષકો દ્વારા સૌ વિદ્યાર્થીઓને નવરાત્રી પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.