**ઝાલોદ તાલુકામાં સર્વે કરાયો પરંતુ દિલ્હી મુંબઈકોરિડોરમાં જમીન આપનાર ખેડૂતોને મૂળભૂત સુવિધા ઉપલબ્ધ ના થઇ: 17મીએ બાંહેધરી નહીં મળે તો કામ બંધ** - At This Time

**ઝાલોદ તાલુકામાં સર્વે કરાયો પરંતુ દિલ્હી મુંબઈકોરિડોરમાં જમીન આપનાર ખેડૂતોને મૂળભૂત સુવિધા ઉપલબ્ધ ના થઇ: 17મીએ બાંહેધરી નહીં મળે તો કામ બંધ**


**ઝાલોદ તાલુકામાં સર્વે કરાયો પરંતુ દિલ્હી મુંબઈકોરિડોરમાં જમીન આપનાર ખેડૂતોને મૂળભૂત સુવિધા ઉપલબ્ધ ના થઇ: 17મીએ બાંહેધરી નહીં મળે તો કામ બંધ**

દિલ્હી મુંબઈકોરિડોરમાં જમીન આપનાર ખેડૂતો મૂળભૂત સુવિધા માટે ઝઝૂમી રહ્યા છે

સુવિધા માટે બાંહેધરી લેવા 2 આવેદન બાદ ગુરુવારે બાંહેધરી આપવાની ખાતરી અપાઈ!

ઝાલોદ તાલુકામાંથી પસાર થતાં દિલ્હી-મુંબઈ કોરીડોરમાં જમીન આપનારા ખેડુતોની મૂળભૂત સુવિધાઓ છીનવાઈ જતાં ખેડુતોએ 6 ઓક્ટોબરે કોરીડોરનું કામ બંધ કરાવી દીધુ હતું. જેથી પ્રાંત અધિકારી અને NHAI ના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે નવું સર્વે કરી

મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપવાનું વચન આપ્યુ હતું. ખેડુતો મૂળભૂત સુવિધા આપવાની લેખિત બાંહેધરી માગતુ આવેદન અપાયુ હતું. જેમાં 14 ઓક્ટોબરે કામ બંધ કરાવવાની ચીમકી અપાઈ હતી. જોકે, કોઈ જવાબ નહીં અપાતા 15 ઓક્ટોબરે આગેવાન મુકેશભાઈ ડાંગી સહિતના પ્રાંત અધિકારીની મુલાકાત કરી હતી.

જ્યાં માંગણી મુજબના અમુક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ન હતાં. મુકેશભાઈ ડાંગી સહિતના ખેડુતો દ્વારા ખેડૂતોની છીનવાઈ ગયેલી તમામ મૂળભૂત સુવિધાઓ કેટલા સમય નિઅંદર ફરી ઉભી કરી આપશે તેની લેખિત બાહેંધરીની માંગ કરી હતી. આ સાથે 17 ગુરુવારે સાંજે 4 વાગ્યાં સુધી તમામ માંગણીઓનું જે તે સમયમર્યાદા

સાથે લેખિત બાંહેધરી અધિકારીઓ જણાવવામાં આવ્યુ હતું. જોકે, ખેડુતોએ જો 17તારીખે લેખિત બાંહેધરી નહીં અપાય તો 18મીથી ફરીથી કોરીડોરનું સંપૂર્ણ કામ બંધ કરાવી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે સુવિધા ઉપલબ્ધ નહીં કરાવાયા ત્યાં સુધી કામ ચાલુ નહીં થવા દેવાય તેવી પણ ચીમકી ઉચ્ચારાઇ હોવાનું જાણવા મળ્યુ છે.


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.