ઇમિટેશનના વેપારી પાસેથી16 લાખના 27 લાખ પડાવ્યા બાદ વધુ વ્યાજ માગી ધમકી - At This Time

ઇમિટેશનના વેપારી પાસેથી16 લાખના 27 લાખ પડાવ્યા બાદ વધુ વ્યાજ માગી ધમકી


સામાકાંઠામાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરી ગુંડાગીરી

સામાકાંઠામાં મોરબી રોડ પર રહેતા અને માર્કેટિંગ યાર્ડ પાસે ઇમિટેશનનું કારખાનું ચલાવતા વેપારીએ બે વ્યાજખોરો પાસેથી લીધેલા 16 લાખના બદલામાં 27 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોર બેલડી પઠાણી ઉઘરાણી કરતા હોય, વેપારીએ ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડની કાર્યવાહી કરી હતી.

સેટેલાઇટ ચોકમાં રાજમોતી રેસિડેન્સીમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડ પાસે શક્તિ સોસાયટીમાં ઇમિટેશનનું કારખાનું ચલાવતા વિશાલભાઇ કાંતિભાઇ પટેલે ફરિયાદમાં અારોપી તરીકે આર્યનગરમાં રહેતો ધીરૂ ટોળિયા અને સંત કબીર રોડ પર રહેતા પ્રદીપ ચૌહાણના નામો અાપ્યા હતા. 2018માં ધંધા માટે પૈસાની જરૂર પડતા તેના પિતાના મિત્ર ધીરૂભાઇ ટોળિયાને વાત કરી તેની પાસેથી પાંચ લાખ રૂપિયા માસિક 15 હજારના હપ્તે લીધા હતા. બાદમાં વધુ અેક લાખની જરૂર પડતા તેને ધીરૂભાઇના મિત્ર તેજારામ પ્રજાપતિ પાસેથી એક લાખ લીધા. ધંધામાં મંદી આવતા વધુ રૂપિયા લેતા તેના પર વ્યાજ વધી જતા તેને કટકે કટકે આપવાની વાત કરી હતી. જેથી ધીરૂભાઇએ ફોન કરી ધમકી આપી હતી.

બાદમાં 2021માં તેના મિત્ર પ્રદીપ ચૌહાણ પાસેથી પાંચ લાખ લીધા હતા. પ્રદીપે મારા કારખાનાની મશીનરીનું લખાણ મારા કાકા પાસે કરાવેલ અને ત્યાર બાદ પ્રદીપ પાસેથી ઉધારમાં 8 લાખનું કેમિકલ લીધું હતું. જેમાં તેને ઉઘરાણીમાં પાંચ ટકા ચડાવી દઇને વધુ છ લાખની પઠાણી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.