સ્માર્ટફોન બદલાઈ રહ્યા છે...:‘વર્ચ્યુઅલ ફિઝિકલ આસિસ્ટન્ટ’ રસ્તો દેખાડશે, કેબ બુક કરશે, મોટા પડદે ફિલ્મ બતાવશે; ફેસ પેમેન્ટ થઇ શકશે - At This Time

સ્માર્ટફોન બદલાઈ રહ્યા છે…:‘વર્ચ્યુઅલ ફિઝિકલ આસિસ્ટન્ટ’ રસ્તો દેખાડશે, કેબ બુક કરશે, મોટા પડદે ફિલ્મ બતાવશે; ફેસ પેમેન્ટ થઇ શકશે


190 દેશોના 3 હજારથી વધુ લોકો ટેક્નોલોજીના મહાકુંભ ‘ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ’’માં પહોંચ્યા છે. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે ‘ભારતે પૃથ્વી અને ચંદ્રની વચ્ચેના અંતરથી 8 ગણા વધુ અંતરનો ઑપ્ટિક ફાઇબરની જાળ બિછાવી છે. અમારું ડિજિટલ વિઝન ડેટા અને ડિજિટલ ફર્સ્ટ પર કામ કરે છે. ચાલો હવે ઇનોવેટિવ ટેક વર્લ્ડમાં પ્રવેશ કરીએ.. અહીં ભવિષ્યને સ્પષ્ટપણે અનુભવી શકાય છે. 3-4 વર્ષમાં સ્માર્ટફોન બદલાવા જઇ રહ્યા છે. વાત વર્ચ્યુઅલ રિયાલિટીથી આગળ વધીને ઑગ્મેન્ટેડ રિયાલિટી તરફ આગળ વધી છે. એરિકશન કંપનીએ આઇ ટ્રેકિંગ ડાઈનેમિક ડિવાઇસ કમ્પ્યુન્ટ ઑફલોડ મોડલ તૈયાર કર્યું છે. તેની મદદથી AI બિલ્ટ ચશ્મા જ તમારા સ્માર્ટફોન, ટેલિવિઝન, જીપીએસથી લઇને ફિઝિકલ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ હશે. કંપનીના સંશોધક સાઇ નીતિન સિંહ અનુસાર તેનાથી તમે દૂર બેઠેલા લોકો સાથે વાત કરી શકો છો. એટલે કે એક અવતાર હંમેશા સાથે રહે છે. તે સાચો રસ્તો બતાવી શકે છે. ટીવીનું પણ કામ કરશે, એટલે કે તમે કહેશો કે કોઇ વીડિયો જોવો છે તો તે તમારી સામે પ્રોજેક્ટરની જેમ મોટો પડદો બનાવી દેશે. તેના પર વીડિયો ચાલશે. ચશ્માંમાં સ્પીકર અને સાઉન્ડ હશે. માત્ર કમાન્ડથી જ ફોન, કેબ બુકિંગ અને ઓટીપી પણ કહી દેશે. તે એકલતામાં સાથી બની શકે છે. તેની સાથે વાત કરી શકાય છે. ઇમરજન્સીમાં ડૉક્ટર અને પરિજનોને સંદેશ મોકલી શકે છે. ઓછા નેટવર્કમાં ઉચ્ચ ગુણવત્તાવાળા વીડિયો લાઇવ અપલોડ થઇ શકશે: જો તમે કોઇ ઇવેન્ટનો વીડિયો અપલોડ કરશો તો સ્ટ્રીમિંગ બ્લર નહીં થાય. તેનું કારણ છે કે સૉફ્ટવેરને 5જી નેટવર્કમાં 230 MBPSની અપલોડ સ્પીડ મળશે. તે ઓછી નેટવર્ક ક્ષમતાને બમણી વધારી શકે છે. ફીચર મોબાઇલમાં ઇનબિલ્ટ હશે. આ ટેક્નોલોજી સ્માર્ટ ચશ્માં સાથે કનેક્ટ થઇ શકે છે. મોબાઇલથી વીડિયો બનાવવાથી છુટકારો મળશે. તમે જે જોશો તો આપોઆપ પ્લેટફોર્મ પર લાઇવ થઇ જશે. પેમેન્ટની રીત બદલાશે: ક્વૉલકૉમના ઑલ ઇન વન મશીનમાં ફેસ સ્કેન કરીને પેમેન્ટ કરી શકાશે. કંપનીના એન્જિનિયર વિકાસ લૂના કહે છે કે હવે ચહેરો તેમજ હથેળી ATMની માફક કામ કરશે. રિટેલ કંપનીઓ બેન્કોની મદદથી યુઝર્સના ચહેરા, હથેળીને તેમના એકાઉન્ટ, ક્રેડિટકાર્ડ સાથે લિન્ક કરે છે. એટલે કે પેમેન્ટ કરવા માટે મોબાઇલની જરૂરિયાત નહીં રહે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.