ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી સુરત ને રાજ્ય કક્ષા ના ૧૦ એવોર્ડઝ રાજ્યપાલશ્રી ના હસ્તે એનાયત કરાયા - At This Time

ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી સુરત ને રાજ્ય કક્ષા ના ૧૦ એવોર્ડઝ રાજ્યપાલશ્રી ના હસ્તે એનાયત કરાયા


ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી સુરત ને રાજ્ય કક્ષા ના ૧૦ એવોર્ડઝ રાજ્યપાલશ્રી ના હસ્તે એનાયત કરાયા

સુરત ઈન્ડીયન રેડ કોર્સ ગુજરાત રાજ્ય ની ૨૦૨૨–૨૩ ૨૦૨૩-૨૪ ની સાધારણ સભા માં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી, સુરત ને રાજ્ય કક્ષા ના ૧૦ એવોર્ડઝ રાજ્યપાલશ્રી ના હસ્તે એનાયત કરવામાં આવ્યા
રેડક્રોસ ચોર્યાસી સુરતની સેવાઓ ને રાજ્ય કક્ષાએ કુલ દસ એવોર્ડઝ રાજ્ય ના રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્ય ના હસ્તે, રાજ્ય ના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ની શુભેચ્છા થી ધનંજય ત્રીવેદી આરોગ્ય વિભાગ અગ્ર સચિવ ગુજરાત અને રેડક્રોસ રાજ્ય ના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિ માં ગાંધીનગર, રાજભવન ખાતે તા.૧૪ ઓક્ટોબર ના રોજ ૨૦૨૨-૨૩ ૨૦૨૩-૨૪ ના વાર્ષિક સાધારણ સભા ,સમારોહ માં આ આવોર્ડ ચોર્યાસી સુરત રેડક્રોસ ના ડો પ્રફુલ્લભાઈ શિરોયા દિનેશભાઈ જોગાણી નિલેશભાઈ વેજપરા એ સ્વીકાર્યા.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી સુરત ની અનેક માનવતા વાદી સેવાઓ ને ધ્યાન માં રાખી ને વર્ષ ૨૦૨૨/૨૩/૨૪ ના વર્ષ ના કુલ દસ એવોર્ડઝ એનાયત કરવામાં આવ્યા છે. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ રાજ્ય માં ચોર્યાસી સુરત રેડક્રોસ ને દેહદાન ચક્ષુદાન અને અંગદાન સેવાઓ માટે પ્રથમ થેલેસેમિયા પ્રવૃત્તી માટે પ્રથમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રવૃત્તિ માટે પ્રથમ અને જ્યારે વર્ષ ૨૨/૨૩ માં શ્રેષ્ઠ તાલુકા શાખા માં રનર્સપ બીજા ક્રમે તથા પ્રાથમિક સારવાર અને ચેરમેન એક્સેલન્સ રેડક્રોસ સેવાઓ માટે બીજા ક્રમ ના એવોર્ડ મળ્યા છે. જ્યારે વર્ષ ૨૩/૨૪ માટે રાજ્ય માં રેડક્રોસ ચોર્યાસી સુરત ને દેહદાન, ચક્ષુદાન અને અંગદાન સેવાઓ માટે પ્રથમ, પ્રાથમિક સારવાર, જુનિયર રેડક્રોસ સેવા, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેવા માટે રનર્સપ બીજા ક્રમે એવોર્ડ આપવા માં આવ્યા
આમ ગત બન્ને વર્ષ માં રેડક્રોસ ચોર્યાસી સુરતની સેવાઓ ને રાજ્ય ની શ્રેષ્ઠ સેવાઓ તરીકે ધ્યાન માં રાખી ને કુલ દસ એવોર્ડ એનાયત કરવા માં આવ્યા છે જે સુરત માટે અને ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા માટે ગૌરવ ની બાબત છે.
ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી સુરતની વિવિધ માનવતાવાદી સેવાઓ માટે એવોર્ડ થી સન્માનિત કરવા માં આવ્યા જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા શાખા, સુરત દ્વારા નિચે દર્શાવ્યા મુજબની વિવિધ સેવાઓ કાર્યરત છે જેમકે,
૧.રેડ ક્રોસ બ્લડ સેન્ટર અડાજણ પાટિયા, સુરત (૨૪ x ૭ કલાક)૨.પ્રાથમિક સારવાર તાલીમ (First aid Certification Training)(As Per Factory Act Requirement)૩.આગ સલામતી અને સ્વબચાવ તાલીમ (Fire Safety & SelfRescue Training)
૪.આપત્તિ વ્યવસ્થાપન તાલીમ (Disaster Management Training)૫.શોધ અને બચાવ તાલીમ (Search & Rescue Training)
૬.થેલેસેમિયા સ્ક્રીનીંગ ટેસ્ટ એન્ડ રક્તદાન સેવા
૭.નેત્ર તપાસ અને સારવાર સેવા તથા નેત્રદાન સેવા ( Eye Donation Service )૮.દેહદાન સેવા (Body Donation Service)૯.HIV/AIDS જાગૃતિ, તપાસ અને સારવાર સેવા૧૦.દિવ્યાંગ સેવા
૧૧.જનરલ હેલ્થ & મેન્ટલ હેલ્થ અવેરનેસ & સર્વિસીસ આ સમારંભ માં આવકાર અજયભાઈ પટેલ એ આપી રેડ કોસ બલ્ડ સેન્ટર ના કાર્ય ની માહીતી આપી ભારત માં પ્રથમ નંબર નુ કાર્ય કરવાની ક્ષમતા માટે માર્ગ દર્શન આપ્યુ દરેક રક્ત ની જરુરીયાત મંદ લોકો ને એક કલાક માં રક્ત મળી રહે, આરોગ્ય ક્ષેત્રે લેબોરેટી - ફિઝીયો સેન્ટર-જન અવસઘી કેન્દ્ર ની સંખ્યા માં વઘારો કરી ગુજરાત ના ગામે ગામ સહકારી મંડળી ના સથવારે શરુ કરવા જણાવેલ અમદાવાદ જીલ્લા ચેરમેન અજયભાઈ એ એજન્ડા રજુ કરી સૌ સદસ્ય એ સહમતી આપી હતી.તેમજ પાસગીંક ઉદ્દબોધન ધનંજય ત્રિવેદી સાહેબ દ્વારા ગુજરાત આરોગ્ય વિભાગ અને રેડ કોર્સ સાથે ખંભે ખંભો મિલાવી લોકો ઉપયોગી આરોગ્ય ક્ષેત્રમાં કરવાની સહમતી આપી અને વિસ્તુત માહીતી
રેરડોસ ની આપી ને રેડકો્સ ના કાર્ય ને બીરદાવી પ્રાકુતીક ખેતી-જનઅવષઘી કેન્દ્ર થી થતા લાભ વિશે મહા માગીને આચાર્ય દેવવ્રતજી દ્વારા આપવામા આવેલ તેમજ ગુજરાત ની રેડ કોર્સ નુ કાર્ય ભારત માં પહેલા નંબર પર રક્તદાન ક્ષેત્રે છે ગુજરાત મા ૩૩ જીલ્લા ૯૭ તાલુકા મા વિસ્તાર પામેલી સેવા ભાવી સંસ્થા થી લાખો માણસો ને લાભ થાય છે માનવ જન્મ ધારણ કરી સેવા કાર્ય કરી પરમાર્થ નુ ભાથું બાંધવા નો લહાવો રેડ કોર્સ ના સદસ્ય ને મલ્યો છે. તે સદભાગ્ય છે આરોગ્ય લક્ષી સેવા ના કાર્ય સાથે પાર્કતૃીક ખેતી - આહાર વિશે અને બીમાર લોકો ની સેવા તે તો સારી વાત છે પણ બીમારી થવા ના કારણો જાણી બીમારી અટકાવવા માટે પર્યત્નો કરવા જરુરી છે.વોટર હીડાવેટીંગ વિશે ,સમજ આપી જમીન બંજર બની છે પાણી ના તળ ઉંડા ગયા છે.યુરીયા ખાતર નો જરુર કરતા મોટા પ્રમાણ માં ઉપયોગ વધુ પાક મેળવવા કરી રહ્યા છે. તેનાથી ખોરાક મા પો્ષક તત્વો ની માત્રા પણ ઓછી થય છે.આમ ખુબજ પેરણા દાયી ઉદબોઘન રાજ્ય પાલ આચાર્ય દેવવ્રતજી કરેલ
આ મીંટીંગ-સમારંભ માં સુરત શાખા ના ડો મુકેશભાઈ જંગીવાળા ચોર્યાસી તાલુકા શાખા ના ચેરમેન ડો પ્રફુલ્લભાઈ શિરોયા વાઈસ ચેરમેન દિનેશભાઈ જોગાણી ફસ્ટએડ ટેર્નર અંકલેસવર શાખા તરફ થી નિલેશ ભાઈ વેજપરા કામરેજ શાખા ના ચેરમેન હિતેશગીરી ગૌસ્વામી સચીન રાજભર સર માંડવી શાખા વતી જીગનેસભાઈ ઠાકર અંકીતભાઈ હાજર રહ્યા હતા સમારંભ ને સફળ બનાવવા ગુજરાત રાજ્ય શાખા ના અશોકભાઈ શિલુ પકાશભાઈ પરમાર તમામ સ્ટાફ છેલ્લા ઘણા સમય થી કાર્ય રત હતા. આભાર વીઘી ખજાનચી શાહે કરેલ રેડકોર્સ સેવાઓ પૈકીની આપની કોઈ પણ જરૂરિયાત પ્રમાણે આયોજન માટે અથવા વધારે માહિતી માટે આપ ડો.પ્રફુલ્લભાઈ શિરોયા 98250 34591 અથવા દિનેશભાઈ જોગાણી 9824146308 નિલેશભાઇ વેજપરા 7567272735 નો સંપર્ક કરી શકો છો.માનવતાની સેવા માટે રેડક્રોસની સેવામાં કાર્યરત છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.