13 નવેમ્બરે 13 રાજ્યમાં 47 વિધાનસભા બેઠકો પર મતદાન:20 નવેમ્બરે ઉત્તરાખંડની કેદારનાથ બેઠક પર મતદાન; તમામ પરિણામો 23મી નવેમ્બરે - At This Time

13 નવેમ્બરે 13 રાજ્યમાં 47 વિધાનસભા બેઠકો પર મતદાન:20 નવેમ્બરે ઉત્તરાખંડની કેદારનાથ બેઠક પર મતદાન; તમામ પરિણામો 23મી નવેમ્બરે


ચૂંટણીપંચે મંગળવારે મહારાષ્ટ્ર-ઝારખંડની સાથે 14 રાજ્યની 48 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો માટેની પેટાચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી હતી. કેરળની વાયનાડ લોકસભા સીટ સાથે 13 રાજ્યની 47 વિધાનસભા સીટો માટે 13 નવેમ્બરે મતદાન થશે. એ જ સમયે મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા સીટ અને ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા સીટ પર 20 નવેમ્બરે મતદાન થશે. તમામ પરિણામો 23 નવેમ્બરે આવશે. 48 વિધાનસભા બેઠકોમાંથી ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 9 બેઠક છે, જોકે મિલ્કીપુર સીટ પર પેટાચૂંટણી થશે નહીં. હકીકતમાં 2022ની વિધાનસભામાં સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદની જીત થઈ હતી. આ પછી બીજેપી ઉમેદવાર બાબા ગોરખનાથે પોતાના ચૂંટણી એફિડેવિટમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો. આ અંગે તેમણે અલાહાબાદ હાઈકોર્ટમાં અવધેશ પ્રસાદની ચૂંટણી રદ કરવાની માગણી કરતી અરજી પણ કરી હતી. આ મામલે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, તેથી મિલ્કીપુરમાં પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. આ ઉપરાંત રાજસ્થાનની 7, પશ્ચિમ બંગાળની 6, આસામની 5, બિહાર અને પંજાબની 4-4, કર્ણાટકની 3, કેરળ, મધ્યપ્રદેશ અને સિક્કિમની 2-2, ગુજરાત, ઉત્તરાખંડ, મેઘાલય અને છત્તીસગઢની 1-1 બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી થશે. કેમ ખાલી થઈ સીટો: 42 સાંસદ બન્યા, 3નું અવસાન
48માંથી વિધાનસભા બેઠકો પરથી 42 ​​​​​​ધારાસભ્ય સાંસદ બન્યા છે. તેમાંથી સૌથી વધુ 11 ધારાસભ્યો કોંગ્રેસના, 9 ભાજપના, 5-5 એસપી-ટીએમસી અને 12 અન્ય પક્ષોના છે. બાકીની છમાંથી ત્રણ બેઠક મૃત્યુના કારણે ખાલી પડી હતી. સપાના ધારાસભ્ય જેલમાં જવાથી, સિક્કિમમાં બે ધારાસભ્યનાં રાજીનામાં અને મધ્યપ્રદેશમાં એક ધારાસભ્યએ પક્ષ બદલવાને કારણે આ બેઠક ખાલી પડી હતી. કેરળની વાયનાડ સીટ રાહુલ ગાંધીના રાજીનામાને કારણે ખાલી થઈ છે અને મહારાષ્ટ્રની નાંદેડ સીટ કોંગ્રેસના સાંસદના નિધનને કારણે ખાલી પડી છે. 2 રાજ્યની લોકસભા સીટો પર પેટાચૂંટણી સૌથી વધુ યુપીની 9 બેઠક
ઉત્તરપ્રદેશમાં 48 વિધાનસભા બેઠકોમાંથી સૌથી વધુ 9 બેઠક છે, જેમાંથી એક મિલ્કીપુર બેઠક પર હાલમાં પેટાચૂંટણી યોજાશે નહીં. રાજસ્થાનમાંથી 7, પશ્ચિમ બંગાળમાંથી 6, આસામમાંથી 5, બિહારમાંથી 4, પંજાબમાંથી 4, કર્ણાટકમાંથી 3, કેરળમાંથી 2, મધ્યપ્રદેશમાંથી 2, સિક્કિમમાંથી 2, ગુજરાતમાંથી 1, ઉત્તરાખંડમાંથી 1, મેઘાલયમાંથી 1 અને છત્તીસગઢની 1 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. રાજ્યોમાં વિધાનસભા પેટાચૂંટણીનું સમીકરણ ઉત્તરપ્રદેશ: 10માંથી 6 સીટ પર સપાનો કબજો હતો, 3 સીટ ભાજપ પાસે હતી યુપીની જે 9 બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે એમાંથી 6 બેઠક સપા અને 3 બેઠક ભાજપ પાસે હતી. એક સીટ નિષાદ પાર્ટી પાસે હતી. અત્યારસુધીમાં સપાએ 6 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે, જ્યારે BSPએ 5 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે હજુ ઉમેદવારો જાહેર કર્યા નથી, પરંતુ બે દિવસ પહેલાં દિલ્હીમાં મળેલી બેઠકમાં 9 બેઠક પર ઉમેદવારો ઊભા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક સીટ આરએલડીને આપવામાં આવશે. રાજસ્થાન: 7 બેઠકમાંથી કોંગ્રેસ પાસે 4, એક-એક સીટ ભારતીય આદિવાસી પાર્ટી, RLP, BJP પાસે હતી રાજસ્થાનમાં 2023માં યોજાનારી વિધાનસભા ચૂંટણીના 11 મહિનાની અંદર આ બેઠકો પર ફરીથી ચૂંટણી યોજાશે. 7 બેઠકમાંથી ભાજપ પાસે માત્ર સાલમ્બર બેઠક પરથી અમૃતલાલ મીણાના ધારાસભ્ય હતા, બાકીની 6 બેઠકમાંથી 4 કોંગ્રેસ પાસે, એક બેઠક ભારતીય આદિવાસી પાર્ટી અને 1 બેઠક રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) પાસે હતી. ઝુંઝુનુ, દૌસા, દેવલી-ઉનિયારા અને રામગઢ સીટ પરથી કોંગ્રેસના ધારાસભ્યો હતા. મધ્યપ્રદેશ: ભાજપ-કોંગ્રેસ પાસે એક-એક સીટ મધ્યપ્રદેશની બુધની અને વિજયપુર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે 13 નવેમ્બરે મતદાન થશે. 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. બંને બેઠક માટે 18થી 25 ઓક્ટોબર સુધી નામાંકન કરી શકાશે. 28 ઓક્ટોબરે સ્ક્રૂટિની થશે. એ જ સમયે 30 ઓક્ટોબર સુધી નામો પાછાં ખેંચી શકાશે. બિહાર: 4 સીટમાંથી 2 સીટ RJD, એક-એક સીટ CPI (ML) અને HAM પાસે બિહારમાં તરારી, રામગઢ, બેલાગંજ અને ઈમામગંજ વિધાનસભા બેઠકો ખાલી છે. લોકસભા ચૂંટણી 2024માં આ ચાર બેઠક પરથી ધારાસભ્યો લોકસભામાં પહોંચ્યા છે. રામગઢમાં આરજેડીના સુધાકર સિંહ, તરારીમાં CPI (ML)ના સુદામા પ્રસાદ, બેલાગંજમાં આરજેડીના સુરેન્દ્ર યાદવ અને ઈમામગંજમાં એચએએમના જીતન રામ માંઝીની જીત બાદ આ ચાર બેઠક ખાલી થઈ છે. પંજાબ: પંજાબની ચાર વિધાનસભા બેઠકમાંથી 3 કોંગ્રેસ પાસે, એક AAP પાસે હતી પંજાબની બરનાલા, ડેરા બાબા નાનક, ચબ્બેવાલ અને ગિદ્દરબાહા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. પંજાબની ચાર વિધાનસભા બેઠકમાંથી 3 કોંગ્રેસ અને એક AAP પાસે હતી. અન્ય 9 રાજ્યની વિગતો ગ્રાફિક્સ દ્વારા સમજો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.