રાજકોટ જીલ્લામાં થયેલ ઘરફોડ ચોરી કરનાર MP ગેંગના ઇસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. - At This Time

રાજકોટ જીલ્લામાં થયેલ ઘરફોડ ચોરી કરનાર MP ગેંગના ઇસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.


રાજકોટ શહેર તા.૧૪/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં થતી વાહનચોરી, ઘરફોડ ચોરી, તથા ચીલઝડપ, લુંટ, વિગેરે અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ આરોપીઓને શોધી કાઢી મુદામાલ ની રીકવરી કરવા અંગે સુચના કરેલ હોય, PI એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર તથા ટીમના માણસો જેમાં વિજયરાજસિંહ જાડેજા, દિપકભાઇ ચૌહાણ, ગોપાલભાઈ પાટીલ, મૈસુરભાઇ કુંભારવાડીયા નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે તેમજ ચોકકસ હ્યુમન સોર્સીસ થી તેમજ રાજકોટ શહેર તથા રાજકોટ ગ્રામ્યના નૈત્રમની મદદ થી બન્ને ઇસમો પાસેથી મુદામાલ મળી આવતા જે મુદામાલમાં તેમજ ચોરીમાં ઉપયોગ કરેલ હોન્ડા સાઇન મોટર સાયકલ મળેલ હોય જે મોટર સાયકલના નંબર ઇ-ગુજકોપ દ્વારા તેમજ પોકેટ મોબાઇલ દ્વારા સર્ચ કરતા તે મોટર સાયકલની ખરાઇ કરતા ચોરી થયેલાનું જણાઇ આવેલ જેથી બન્ને ઇસમોને પકડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવા માટે જે તે પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ હોય તે પોલીસ સ્ટેશનમાં સોપવાની તજવીજ કરવામાં આવેલ છે. દિનેશભાઇ ભુવનસિંગ મુવેલ ઉ.૨૧ રહે.પૌયા તા.જોબટ જી.અલીરાજપુર થાના ઉદયગઢ,મધ્યપ્રદેશ સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ કિ.૮૮,૭૧૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.