વિકાસ સપ્તાહ અંતર્ગત હમીરજી ગોહિલ સર્કલથી રામ મંદિર સુધીની વિકાસ પદયાત્રા યોજાઈ - At This Time

વિકાસ સપ્તાહ અંતર્ગત હમીરજી ગોહિલ સર્કલથી રામ મંદિર સુધીની વિકાસ પદયાત્રા યોજાઈ


વિકાસ સપ્તાહ અંતર્ગત હમીરજી ગોહિલ સર્કલથી રામ મંદિર સુધીની વિકાસ પદયાત્રા યોજાઈ
--------------
નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે 'વિકાસ સપ્તાહ' અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હમીરજી ગોહિલ સર્કલથી રામ મંદિર સુધીની વિકાસ પદયાત્રા યોજાઈ હતી. જેમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયાં હતાં.

ઢોલ-નગારાના ગગન ગજાવતા નાદ અને શરણાઈના કર્ણપ્રિય સુરો રેલાવતી આ પદયાત્રા હમીરજી ગોહિલ સર્કલથી શરૂ કરી શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી ડોંગરેજી મહારાજ સ્થાપિત અન્નક્ષેત્ર, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન, સમુદ્ર દર્શન પથથી રામ મંદિર સુધી પહોંચી હતી.

આ પદયાત્રામાં જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, નાયબ કલેક્ટર-૧ શ્રી ભૂમિકા વાટલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અરૂણ રોય, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હરેશ મકવાણા, જિલ્લા રમત અધિકારીશ્રી કાનજી ભાલિયા સહિત શાળા-કોલેજના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.