જસદણમાં સવા સદી જૂની પંચ બ્રાહ્મણ ગરબીમાં દશેરાના દીવસે બાળાઓને સોનાની લાહાણી તથા જગદંબા નો યજ્ઞ કરવામાં આવ્યો
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણની મેઇન બજારમાં પંચ બ્રહ્મ સમાજ દ્વારા ચાલતી ગરબી ખૂબ પ્રાચીન સમયથી ચલાવવામાં આવે છે. આ સવા સૉ વર્ષ જૂની ગરબી જસદણ પ્રાચીન ગરબા અને માતાજીની આરાધના માટે આગવું સ્થાન ધરાવે છે. પંથકમાં સૌ પ્રથમ ગરબી એક જગ્યા એ થતી હતી. આ ગરબી માં માતાજી ની સ્તુતિ એટલે સક્રદાય ના પાઠ નું સ્તવન કરવામાં આવે છે જે અત્યાર ના યુગ માં સૌ પ્રથમ છે. તેમજ બાળાઓ દ્વારા અલગ અલગ રાસ રસ ગરબા થકી માતાજી ની વંદના અલગ અલગ સ્વરૂપ ના ગરબા કરવામાં આવે છે. દશેરાના દિવસે ભવ્ય અને દિવ્ય માતાજી ના ચોક ને સણગારવામાં આવ્યો હતો સાથે માતાજીનો યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમ જ ગરબે રમતી બાળાઓને સોનાની લાહણી કરવામાં આવી હતી. દશેરા ના દિવસે માઁ દુર્ગાજીની હાજરી આચૂક થાય છે જે એક અત્યાર ના યુગ માં એક માં ના પરચા પુરે છે. નવરાત્રી દરમિયાન પૂર્ણ આહુતિ નવચંડી યજ્ઞ કરી સંપન કરવામાં આવ્યુ હતુ.
આ ગરબી નું સંચાલન જસદણ બ્રહ્મ સમાજ પ્રમુખ અને જિલ્લા ભાજપ કારોબારી નિમેશ ભાઈ શુક્લ, સચિન ભાઈ ભટ્ટ, રવું ભાઈ ચાવડા, વિનુંભાઈ ચાવડા, અનિલભાઈ ઉપાધ્યાય, રવિભાઈ જીવાણી, અલ્પેશ ભાઈ ગોસાઈ, વિશાલ ભાઈ શુક્લ, ગિરીશભાઈ ભટ્ટ, મહેન્દ્ર ભાઈ ત્રિવેદી, નરેશભાઈ જાની, સરદ ભાઈ ત્રિવેદી, યાત્રિકભાઈ સેઠ, હીરપરા ભાઈ, જીતભાઇ મહેતા, ધ્યેય ભાઈ ત્રિવેદી, અજય ભાઈ જાની, રાજવીર મહેતા, મનીષભાઈ મહેતા, બિપિન ભાઈ જિવાની દ્વારા કરવામાં આવે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.