જસદણના રામેશ્વર મંદિર ખાતે અનોખી ગરબી 90 જેટલી ખેત મજુર બાળાઓને પોતાની જરૂરિયાત પ્રમાણે ઠામ ઠીકરૂ ની લહાણી કરવામાં આવી - At This Time

જસદણના રામેશ્વર મંદિર ખાતે અનોખી ગરબી 90 જેટલી ખેત મજુર બાળાઓને પોતાની જરૂરિયાત પ્રમાણે ઠામ ઠીકરૂ ની લહાણી કરવામાં આવી


(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ શહેરના ગોખલાણા રોડ ઉપર આવેલ રામેશ્વર મહાદેવ મંદિર રામેશ્વર વૃદ્ધાશ્રમ અને રામેશ્વર ગૌશાળા ખાતે રામેશ્વર યુવક મંડળ તથા રામેશ્વર મહિલા સત્સંગ મંડળ દ્વારા આયોજિત અનોખી ગરબી કે જેમાં મંદિર આસપાસના પંથક વિસ્તારમાં દાહોદ, ગોધરા, એમપી, બિહારથી, આવતા ખેત મજૂરોની બાળાઓને નવે નવ દિવસ નાસ્તો ભોજન લહાણી તેમજ છેલ્લા દિવસે ખેત મજુરોની જરૂરિયાત પ્રમાણેના તમામ ઠામ ઠીકરૂ આપવામાં આવ્યું હતું. રામેશ્વર યુવક મંડળના મોભી ભરતભાઈ છાયણી દ્વારા આ પહેલ જસદણમાં સૌપ્રથમવાર કરવામાં આવી છે તે સરાહની હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.