મારા મોત પાછળ મારી દિકરાની વહુ જવાબદાર છે સ્યુસાઈડ નોટ લખી આપઘાત - At This Time

મારા મોત પાછળ મારી દિકરાની વહુ જવાબદાર છે સ્યુસાઈડ નોટ લખી આપઘાત


મારા મોત પાછળ મારી દિકરાની વહુ જવાબદાર છે સુસાઈડ નોટ લખી જેન્તીભાઈ કારેણાએ આપઘાત કરી લીધો હતો. મૃતક જેન્તીભાઈ રાજકોટમાં મવડી ચોકડી પાસે રત્નમ સોસાયટીમાં રહેતા હતા. અને તેની જમીન રાણા ખીરસરા ગામે આવેલ છે. જે જમીન પુત્રવધુને પોતાનાં નામે કરવી હોય માટે મૃતક જેન્તીભાઈને ત્રાસ આપતાં હોય જેથી પુત્રવધુના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જેન્તીભાઇ કાનજીભાઈ કારેણા (ઉ.વ.55, રહે. મવડી ચોકડી, ઓમનગર રત્નમ સોસાયટી રાજકોટ) નામના પ્રૌઢે ગઈ કાલે બપોરે ઝેરી દવા પી લેતા તાકિદે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવારમાં દમ તોડી દિધો હતો. બનાવ અંગે મૃતક જેન્તીભાઈએ સુસાઈડ નોટ લખી હતી.
જેમાં જણાવ્યું હતું કે મારા મોત માટે જવાબદાર વ્યક્તિ મારા દિકરાની વહુ ભૂમિકા અને તેના પિતા પરબતભાઈ જવાબદાર છે. ભુમિકાને મારા દિકરાનું ઘર ચલાવવુ નથી અને તેનો ભાઈ સટ્ટા બજારમાં હારી જતાં મારી પાસે અડધી જમીન તેના નામે કરવવા મને પ્રેશર કરે છે. તેથી કંટાળી હું પગલું ભરું છું. માટે મારા દિકરાને તેનાથી બચાવી લેજો અને મારા દિકરાનો દિકરો હિતનું ખાસ ધ્યાન રાખજો. હિતને કોઈ દુ:ખી ન કરતાં અને હિત મારા પ્રાણથી પણ વ્હાલો છે.
અને દિકરા સંદિપ તું કોઈ દિવસ હિંમત હારતો નહિ. અને તારી મમ્મી અને હિતનું ધ્યાન રાખજે. આ પહેલાં પણ સંદિપ ભુમિથી ત્રાસીને ઘર છોડીને જતો રહ્યો હતો. દિવ્યા અને શારદા તમે બંને સુખી રહેજો અને ભાઈને હિંમત આપજો. વધુમાં મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે જેન્તીભાઈએ અગાઉ પણ ઝેરી દવા પી લીધી હતી.
તેમની પુત્રવધુ ભુમિને તેના નામે જમીન કરવી હોય માટે જેન્તીભાઈને ત્રાસ આપતી હોય જેથી કંટાળી સુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો હતો. તેઓની જમીન રાણા ખીરસરા ગામે આવેલ છે. તેઓ ત્રણ ભાઈ અને એક બહેનમાં વચેટ હતાં. તેમજ તેઓને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.