જસદણ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ખેતીવાડીના ખરીફ પાકમાં મસ મોટું થયું નુકસાન : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું
જસદણ તાલુકામાં તારીખ 12/10/2024 અને 13/10/2024 એમ કુલ બે દિવસ કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે હાલમાં ખેડૂતોને મગફળીના પાથરા અને ખળામાં મગફળીના ઢગલા કરવાના જ સમયે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે મગફળી અને પશુના દાણચારામાં ભારે નુકસાન થયું છે. જગતના તાત એવા ખેડૂત પુત્રોને કુદરતી કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાન ની સામે ભારત સરકારની પાક વીમા યોજના અંતર્ગત ખેતી વિભાગના અધિકારીઓ અને ગ્રામ પંચાયતના અધિકારી દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂત મિત્રોને આ નુકસાનનું વહેલી તકે સમાધાન મળે તેના માટે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.