નગરપાલિકાના ભ્રષ્ટશાસન સાથે ચિફ ઓફીસરને ખબર નથી કે કેટલી કચરાપેટી આવીનાગરિકોને ડસ્ટબીન આપવાના બદલે બારોબાર સેટઅપ કરવાની કવાયત?
નગરપાલિકાના ભ્રષ્ટશાસન સાથે ચિફ ઓફીસરને ખબર નથી કે કેટલી કચરાપેટી આવીનાગરિકોને ડસ્ટબીન આપવાના બદલે બારોબાર સેટઅપ કરવાની કવાયતવિસાવદર નગરપાલિકાના ભ્રષ્ટશાસનની વધુ એક વિગત આવી છે કે ઓન પેપર ડસ્ટબીન આપી દીધી અને બારોબાર સેટ અપ કરવાની ચાલતી ગેરરીતીની અફવા વચ્ચે આ હકીકત છે કે અફવા એવુ નગરપાલિકાના ચિફ ઓફીસરને ફોન કરી પૂછતા તેમને એ ખબર નથી કે કેટલી ડસ્ટબીન આવી છે અને કેટલી આવવાની બાકી છે.જુનાગઢના જાગૃત પત્રકાર મનોજ ચૂડાસમાએ આ બાબતે ચિફ ઓફીસરને ફોન કરતાં ગે ગે ફે ફે કરતા એવા જવાબો આપ્યા કે આ બધો વહીવટ એન્જિનિયર અને એસ.આઇ. ગાંધીનગર છે તેને ખબર છે અને આ કામગીરી મારામાં નથી આવતી અને ડસ્ટબીનની કોઈ માહિતી નથી ખરીદી પ્રકરણ વગેરે બાબતોનો ઉડાઉ જવાબ આપ્યા અને હું ફક્ત ટેકનીકલ બાબતો પર ધ્યાન આપવું છું.ભ્રષ્ટ શાસનનો વધુ આ એક પુરાવો છે કેટલી ખરીદી થઈ કેટલો માલ આવ્યો કેટલું પેમેન્ટ આપ્યું વગેરે બાબતોથી અજાણ આ ચિફ ઓફીસર શું પોતાની જગ્યાએથી વહીવટ કરે છે એ જાણવું જરૂરી છે કેમ કે સરકારશ્રી ના પગાર લેતા પોતાના બાપની ઈજારાશાહી હોય એમ વતૅતા કૌભાંડોની શાહીથી ખરડાયેલા અધિકારીઓ પાસે એ વિગતો નથી કે શું તેના નીચેના વહીવટો થાય છે.બે દિવસ પછી જવાબ આપવાની વાત કરતા આ અધિકારીઓ કાંઈક કાળા ધોળા કરી નાખશે. લોકશાહીની કલંકિત ઘટના સમાન સરકારી તંત્રની અવદશાએ છે પ્રજાના ટેક્સના પૈસાથી આવતી સવલતો પ્રજાને આપવાને બદલે બારોબાર સેટ કરી નાખવામાં આવે છે.હજુ આ બાબતે ગહન તપાસ કરતા એવી વિગતો પણ બહાર આવશે કે કેટલા રૂપિયાની મસમોટી ખરીદી છે અને ક્યાંથી ખરીદી છે અને તેમાં કેટલા રૂપિયાનો ટેબલ નીચેનો વહીવટ છે.શરમની વાત તો એ છે કે આ બાબતે જો કતૅવ્યનિષ્ઠાથી વરેલા મામલતદારશ્રી,પ્રાંત અધિકારી કે કલેકટર કેમ ચૂપ છે કે પછી આ અધિકારીઓની પકડ અને વગ એવડી મોટી છે કે ઉચ્ચ અધિકારી પણ આ ચિફ ઓફીસર થી ડરતા હશે એવું લોકો ચર્ચાઓ કરી રહ્યા છે.રસ્તા રીપેર ,ગટર યોજના જેવા અનેક કૌભાંડો બહાર આવે છે પણ આ અધિકારીઓનો વાળ પણ વાંકો નથી થતો આ પરથી લોકો એમ કહી રહ્યા છે કે ઉચ્ચ અધિકારીઓ શું આ ગેરરીતિમાં સામેલ હશે નહીંતર તો કોઈ પગલાં લેવાતાં હોય છે.
રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.