જામનગરમાં દશેરાએ ચાલુ વરસાદમાં છત્રી સાથે રાસ રમી માતાજીની અખંડ આરાધના - At This Time

જામનગરમાં દશેરાએ ચાલુ વરસાદમાં છત્રી સાથે રાસ રમી માતાજીની અખંડ આરાધના


જામનગરમાં દશેરાએ ચાલુ વરસાદમાં છત્રી સાથે રાસ રમી માતાજીની અખંડ આરાધના

જામનગરના વાતાવરણમાં છેલ્લા બે ત્રણ દિવસથી પલટો જોવા મળી રહ્યો છે. ચોમાસાની વિદાય ટાણે જ વરસાદી માહોલ છવાયો છે. નવરાત્રીની આનંદભેરુ ઉજવણી બાદ શનિવારે દશેરાની રાત્રે જામનગરમાં વરસાદની ઝાપટા પડ્યા હતા. જોકે આ વરસાદી વાતાવરણમાં પણ જામનગરના મોટાભાગના નવરાત્રીના આયોજનોમાં ગરબાની મોજ યથાવત રહી હતી. આ ઉપરાંત પ્રાચીન ગરબીમાં દીકરીઓએ માતાજીની અખંડ આરાધના યથાવત રાખી હતી. જામનગરના પંચેશ્વર ટાવર પાસે આવેલ ગરબી મંડળમા ખૈલેયાઓ વરસાદમા ગરબા રમીને દશેરાની ઉજવણી કરી હતી.

આ ઉપરાંત જામનગર શહેરના ભગવાન સંગ બાપુની શેરીમાં જય અંબે ગરબી મંડળ દ્વારા 50 વર્ષથી અવિરત નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. જેમાં દશેરાના દિવસે વરસાદ આવતા દીકરીઓએ પરંપરાગત પહેરવેશમાં વરસાદમા છત્રી સાથે રાખી રાસ રમ્યાં હતા. આમ આયોજનના 51 માં વર્ષમાં મંગલ પ્રવેશના વધમણા કર્યા હતા.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.