જામનગર LCB ને સફળતા: કુખ્યાત ધાડ પાડું ગેંગના પાંચ શખ્સોને દબોચી લીધા, SP પ્રેમસુખ ડેલુંએ આપી માહિતી - At This Time

જામનગર LCB ને સફળતા: કુખ્યાત ધાડ પાડું ગેંગના પાંચ શખ્સોને દબોચી લીધા, SP પ્રેમસુખ ડેલુંએ આપી માહિતી


જામનગર LCB ને સફળતા: કુખ્યાત ધાડ પાડું ગેંગના પાંચ શખ્સોને દબોચી લીધા, SP પ્રેમસુખ ડેલુંએ આપી માહિતી

જામનગર પોલીસની વધુ એક વખત સતર્કતા સામે આવી છે. જેમાં કાલાવડ તાલુકાના રણુજા નજીક રોડ પરથી જામનગર એલસીબી પોલીસે ધાડપાડું ગેંગના પાંચ સભ્યોને પકડી પાડ્યા હતા.જેની પૂછપરછમા આરોપીઓની કુલ 48 ગુનામાં પણ સામે આવી છે. વધુમાં જામનગર એસપી દ્વારા એલસિબી પોલીસ સ્ટાફની કામગીરીની કદર કરી રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરાઈ છે.

ધાડપાડુ ગેંગને દબોચી લેવામાં સફળતા બદલ જામનગર એસ.પી પ્રેમસુખ ડેલું દ્વારા પત્રકાર પરિષદ યોજી પત્રકાર ને માહિતી આપવામાં આવી હતી. જામનગર પંથકમાં ચોરી, લૂંટ, ધાડ પાડવાના ઈરાદે આરોપીઓ હથિયાર સાથે ઘૂસી ગુનાને અંજામ આપવાની પેરવીમા હોવાની પોલીસને બાતમી મળી હતી. આથી એલસીબી પોલીસ સ્ટાફે દોડી જઈ તપાસ હાથ ધરતા દરમિયાન રણુજા રોડ પરથી શંકાસ્પદ હાલતમાં શખ્સો પોલીસ ઝપટે ચડ્યા હતા.

પોલીસે આરોપી કમલેશભાઇ બદીયાભાઇ પલાસ (ઉવ.૨૧ ધંધો ખેતમજુરી રહે. આંબલી ખજુરીયાગામ, ઓળ ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ હાલ- મોટીમાટલીગામ), અજયભાઇ ધીરૂભાઇ પલાસ (ઉવ.૩૦ રહે. છરછોડાગામ, શીંમોડા ફળીયુ, પોલીસ સ્ટેશન જેશાવાડા તા.ગરબાડા જી.દાહોદ), ગોરધનભાઇ ધીરૂભાઇ પલાસ (ઉવ.૩૨ રહે. છરછોડાગામ, શીંમોડા ફળીયુ, પોલીસ સ્ટેશન જેશાવાડા તા.ગરબાડા જી.દાહોદ), પંકેશભાઇ મથુરભાઇ પલાસ (ઉવ.૨૭ રહે. આંબલી ખજુરીયાગામ, વેડફળીયુ તા.ગરબાડા) અને રંગીતભાઇ બાદરભાઇ મીનામા (ઉવ.૨૪ ધંધો રહે. બિલીયાગામ, નિશાળ ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ હાલ- જમનાવડ હિતેશભાઇ હરીભાઇ વાધાણી ની વાડીમા તા.ધોરાજી જી.રાજકોટ)ને ઝડપી પડ્યા હતાં.

આરોપીઓની તલાસી દરમિયાન તેઓ પાસેથી ધાર દાર હથીયારે એવા લોખંડના પાઇપ, લાકડી, છરી, ગણશીયા, ડીશમિસ, કટર જેવા ધારદાર અને જીવલેણ હથિયારો મળી આવ્યા હતા. ઉપરાંત ત્રણ નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા અડધા લાખની માલમતા પોલીસ દ્વારા કબજે કરી લેવા આવી હતી. હાલ તમામ સામે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને વધુ પૂછપરછ શરૂ કરાઈ છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.