ધંધુકા તાલુકાના ગુંજાર પ્રાથમિક શાળા ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન શાળાને 11 એસીનું દાન મળ્યું. - At This Time

ધંધુકા તાલુકાના ગુંજાર પ્રાથમિક શાળા ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન શાળાને 11 એસીનું દાન મળ્યું.


ધંધુકા તાલુકાના ગુંજાર પ્રાથમિક શાળા ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન શાળાના 11 વર્ગખંડ માટે 11એસીનું દાન મળ્યું.

ધંધુકા તાલુકાની ગુંજાર પ્રાથમિક શાળા વિજયાદશમીના પાવન અવસરે ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોમાં તાલુકા પંચાયત સદસ્ય શ્રી દિનેશભાઈ ડુમાણિયા, સરપંચ શ્રી મુકેશભાઈ કણઝરિયા, SMC અધ્યક્ષ શ્રી મેહુલભાઈ સાપરા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. શાળાના આમંત્રણને માન આપી પધારેલ સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની વિશેષતા અને સિદ્ધિઓની વાત શાળાના આચાર્યશ્રી ભરતભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓએ પોતાના ભૂતકાળના શાળા સમયના સંસ્મરણો વાગોળ્યા હતા. શાળાના આચાર્યશ્રી દ્વારા શાળામાં ક્રમશ: જે જે પ્રોજેક્ટ ગામ સમક્ષ મૂક્યા છે તે આજ સુધી સૌએ વધાવ્યા છે. આજે તમામ વર્ગખંડમાં એસી મૂકવા માટેનો પ્રોજેક્ટ જાહેર કરી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેનાથી માહિતગાર કરવામાં આવ્યા. સૌએ આ પ્રોજેક્ટને વધાવી લીધો અને હાજર રહેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી તરત જ 11 વર્ગખંડ માટે 11 એસીનું દાન શાળાને આપેલ છે. સૌએ અલ્પાહાર કરી શાળાદર્શન કર્યું હતું. હાલની શાળામાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આગામી સમયમાં શાળા માટે જે જરૂરિયાત હોય તે ક્રમશ: પૂર્ણ કરવા માટે સાથ સહકાર આપવાની વાત કરવામાં આવી. શાળાની હાલની વ્યવસ્થાઓ જોઈ સૌએ રાજીપો વ્યક્ત કર્યો હતો. સૌનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780780


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.