જસદણના કોઠી ગામમાં પશુ ચિકિત્સા ફ્રી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું - At This Time

જસદણના કોઠી ગામમાં પશુ ચિકિત્સા ફ્રી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું


(રીપોર્ટ મૂના સાસકિયા)
જેમાં કોઠીગામના પશુપાલકોને જણાવ્યા મુજબ તા.14 મી ઓક્ટોબર સોમવારના રોજ પશુપાલન કરતા ગાય, ભેંસ, ઘેટા તેમજ બકરાના સારવાર કેમ્પમાં તેમજ કૃમીની દવા અને FMD ( ખરવા મોવાસા.) ની રસી મૂકવાથી માહિતગાર કર્યા હતા. આ કેમ્પ સવારે 09 વાગ્યાથી 11 વાગ્યા સુધી રાખવામાં આવેલ હતો. જેમાં પશુ બીમાર હોય જૂના રોગ હોય તેની સારવાર કરવાની હોય તેવો ઉપસ્થિત રહ્યા હતા. આકાશી મેલડીમાંના પીપર નીચે પશુપાલન કરતા પશુપાલકો તેમજ પશુ ચિકિત્સા ટીમ લીડર ડો. કાગડા તેમજ મેહુલ વાવડીયા તેમજ મહેશ વાવડિયા અને કોઠી ગ્રામ્ય પંચાયત સરપંચ વલ્લભભાઈ સોલંકી કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.