રમત રમતમાં બાળક ટ્રેક્ટર નીચે કચડાયું, VIDEO:ચાવીથી સ્ટાર્ટ કરી દીધું, ઝટકો લાગતાં પડી ગયો ને પાછળનું તોતિંગ વ્હીલ ફરી વળ્યું
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેક્ટરની અડફેટે 10 વર્ષના બાળકનું મોત થયું. બાળક ઘરની બહાર રમી રહ્યું હતું. રમતાં રમતાં તે ટ્રેક્ટર પર ચઢી ગયું. ચાવી ટ્રેક્ટરમાં હતી અને બાળકે રમતમાં જ ટ્રેક્ટર ચાલુ કરી દીધું. ટ્રેક્ટર સ્ટાર્ટ થતાંની સાથે જ બાળક નીચે પડી ગયું અને ટ્રેક્ટરની પાછળના તોતિંગ વ્હીલ નીચે આવી ગયું અને ટ્રેક્ટર તેને કચડીને પસાર થઈ ગયું. પદમપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વોર્ડ 22માં શનિવારે સવારે 11.33 વાગ્યે આ અકસ્માત થયો હતો. રવિવારે થયેલી દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મામા ટ્રેક્ટરમાં ચાવી મૂકી ગયા હતા
પોલીસના જણાવ્યા અનુસાર, રાજેન્દ્રસિંહનો પુત્ર રહેમ પદમપુરના વોર્ડ 22નો રહેવાસી હતો. શનિવારે સવારે 10 વાગ્યાની આસપાસ તેના મામા દેશરાજ તેને મળવા તેના ઘરે આવ્યા હતા. દેશરાજે ઘરની બહાર ટ્રેક્ટર પાર્ક કર્યું અને ચાવી તેમાં જ રહેવા દીધી. રહેમ ઘરની બહાર રમી રહ્યો હતો. થોડીવારમાં રહેમ ટ્રેક્ટર પર ચઢી ગયો. તેણે ચાવી ફેરવી અને ટ્રેક્ટર ચાલુ કરી દીધું. આ જોઈને બાળક ડરી ગયો. ટ્રેક્ટર ચાલુ કર્યા બાદ આંચકો લાગતા તે નીચે પડી ગયો અને ટ્રેક્ટર નીચે કચડાઈ ગયો હતો. અકસ્માત બાદ બાળકનો પરિવાર દોડી આવ્યો હતો અને તેને સંભાળ્યો હતો, પરંતુ તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પરિવારે કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો
પદમપુરના એસએચઓ સુરેન્દ્રકુમારે કહ્યું- અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટ્રેક્ટર બાળકના પરિવારનું હતું, તેથી બાળકના પિતાએ કોઈ કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો. બાળકના પિતા રાજેન્દ્રસિંહ (40) ઈલેક્ટ્રિશિયન છે. આ સમાચાર પણ વાંચો... ચાલતી બસની નીચે બાઈક આવી જતાં આગ ભભૂકી: બસમાં સવાર 25 મુસાફરો માંડ બચ્યા, ખાનગી બસ જયપુરથી યુપીના ફરુખાબાદ જઈ રહી હતી રવિવારે (13 ઓક્ટોબર) રાત્રે જયપુરમાં એક ખાનગી બસમાં આગ લાગી હતી. બસમાં મુસાફરી કરી રહેલા 25 મુસાફરોએ કોઈક રીતે પોતાનો જીવ બચાવ્યો હતો. ચાલતી બસની નીચે બાઇક આવી ગયું, જેના કારણે સ્પાર્ક થતાં બસમાં આગ લાગી. બસના મુસાફરોએ જણાવ્યું હતું કે તેમનાં લાખોની કિંમતનાં ઘરેણાં સહિતનો કીમતી સામાન બળી ગયો હતો. (વાંચો સંપૂર્ણ અહેવાલ...) જયપુરનો ડરામણો VIDEO વાઇરલ, સળગતી ગાડી જોઈને નાસભાગ; ડ્રાઈવરે કૂદીને જીવ બચાવ્યો રાજસ્થાનના જયપુરથી એક ડરામણો વીડિયો સામે આવ્યો છે. અહીં એક ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સળગતી કાર રસ્તા પર દોડી રહી છે. આનાથી ભય અનુભવતા આસપાસના લોકો પણ ભાગી રહ્યા છે. કારની આગળ અનેક વાહનો ચાલે છે. કારચાલકે હેન્ડબ્રેક ખેંચીને કારમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને લગભગ અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.