પ્રાચીન ગરબા સાથે હિન્દૂ સંસ્કૃતિના પાત્રો ભજવી નકલંક ધામ ઠોયાણામાં નવરાત્રી મહોત્સવની ઉજવયો
દશેરાના દિવસે ગરબીમાં ભાગ લઈ રહેલ જગદંબાઓને આકર્ષક લહાણી અને ભેટ-સોગાદો આપી માતાજીને પ્રસન્ન કરાયાં.
ગોસા(ઘેડ) તા. ૧૪/૧૦/૨૪ મા આધ્યશક્તિ નું મહાપર્વ નવરાત્રી ઉત્સવ ની ઉજવણી હિન્દુ સમાજ દ્વારાજ ઉજવાતી હોય છે ત્યારે પોરબંદરના રાણાવાવ તાલુકાના નકલંક ધામ ઠોયાણા માં માના નવલા નોરતા નિમિત્તે નકલંક ધામ દ્વારા મા આધ્યા શક્તિ ની આરાધના એટલે નવદુર્ગા શક્તિ ઉપચના કરાવવામાં આવી રહી હતી ..નકલંક ધામ માં મહાકાળી માતા તથા મેલડી માના સ્થાન આવેલા છે તે સિવાય સિકોતર માં, વિહત માં, ગાત્રાળ માં, ખોડિયાર માં, નાગબાઈ માં, વેરાઈ માં, દુધઈ માં, વરુડી માં, કાલોત્રી માં, ભૂમિપુંજ માં, કંકાઈ માં, રાગોળી અને મોગલ માં ના બેસણા છે. .તેમજ શનિ દેવ અને રામદેવપીરના ગુરૂ બાબા બાળીનાથ પણ બિરાજે છે અને આ નવરાત્રી પણ મહાકાળી માં અને મેલડી માં ની ઈચ્છાથી થાય છે.
નકલંક ધામ દ્વારા છ વર્ષથી નકલંક ધામ ના સેવક હિન્દુ મુસ્લિમ ના નેતૃત્વ હેઠળ આયોજન થઈ રહ્યું છે સાથે આ ગરબી મંડળ માં નાની બાળાઓથી માંડી ૧૨વર્ષ સુધીની બાળાઓને કોઈપણ જાતની ફી વગર પ્રવેશ આપવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજની બાળાઓ પણ માતાજીની ગરબીમાં ગરબે રમી હતી. બાળાઓ દ્વારા દરોજ અવનવા માતાજી ના ગરબા ઉપર ગરબે ઘુમવામાં આવે છે. દરોજ ઍક શક્તિની વિશેષ આરતી પણ કરવામાં આવી હતી.પ્રથમ નોરતે માં સિકોતેર ,બીજા નોરતે માં ગાત્રાળ, ત્રીજા નોરતે માં મેલડી, ચોથા નોરતે માં લીરબાઇ પાંચમા નોરતે માં મોગલ, છઠા નોરતે માં ખોડિયાર સાતમા નોરતે માં વિહત આઠમા નોરતે મહાકાળી માતાની મહા આરતી તથા નવમા નોરતે માં નાગબાઇની આરતી પણ કરવામાં આવી હતી. દરેક નોરતે આપણી હિંદુ સંસ્કૃતિને જીવંત રાખનાર જેસલ તોરલ,જગડુશા, સતિ પાનબાઈ તેમજ દશેય અવતારોમાંના રામ, કૃષ્ણ બાબા રામદેવપીર અને શિવ વગેરે પાત્રોને યાદ કરી અભિનય સાથે ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો,બાલિકા ઓ સારી રીતે ગરબા રમી શકે અને દરેક પાત્રને સારી રીતે ન્યાય આપી શકે એ માટે તૈયારી કરાવનાર અવનીબેન ભુપ્તા અને વનિષાબેન નો ખુબ મોટો સહયોગ રહ્યો હતો. મહાકાલી માંની મહાઆરતી માં આવેલ બધા માયભક્તો ઘી ના દીવડા પ્રગટાવી માની આરતી કરી હતી ઍ દ્રશ્ય અનેરું હોય હતું. આઠમા નોરતે યજમાન શ્રી ભીમાભાઇ નાગાભાઇ દરવર્ષે ની જેમ આ વર્ષે પણ મહા પ્રસાદના યજમાન બન્યા હતા. તેમજ નવરાત્રી માં મહાકાળી અથવા મેલડી વિશેષ આરતી ઉતારવામાં આવી હતી. એટલું જ નહીં ઠોયાણા ગામ લોકો અને નકલંક ધામ સેવકો ગરબી માં ભાગ લેનાર જગદંબા સ્વરૂપ બાળાઓને દરરોજ મનભાવક લાણી નો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો . સાથે ગરબીમાં પ્રાચીન પરંપરા અનુલક્ષીને પૌરાણિક ગરબા દ્વારા માતાજીની આરાધના કરાઇ હતી. ત્યારે આ ગરબી મંડળમાં આસપાસના ગામના રહેવાસીઓ અને મિત્રો નો સહયોગ રહેલો હતો ત્યારે નવદુર્ગા શક્તિ ઉપચના ગરબી મંડળ દ્વારા નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવી હતી આઠમના દિવસે હોમ હવન સાથે પ્રસાદનું પણ આયોજન કરાયું હતું તેમજ દશેરાના દિવસે ગરબીમાં ભાગ લઈ રહેલ જગદંબા ઓને આકર્ષક લહાણી અને ભેટ-સોગાદો આપી માતાજીને પ્રસન્ન કરાય કર્યા હતા. નવદુર્ગા શક્તિ ઉપાસના નકલંક ધામ તરફથી દરેક બાળ સ્વરૂપ જગદંબાને ઇનામ આપવામાં આવ્યું હતું. પોરબંદર ના નકલંક ધામ ઠોયાણા ખાતે નવદુર્ગા શક્તિ ઉપસના ગરબી મંડળમાં હિન્દૂ મુસ્લિમ સાથે ગરબે રમી કોમી એકતાનુ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.માતાજીના પર્વને દિપાવવા ગામ લોકો તથા નકલંક ધામના સેવક ગણ સાજણભાઇ, અરજણભાઈ, ભીમાભાઇ, મિતેશભાઈ, જયમલભાઈ, રાજુભાઈ, મનીષભાઈ, વિજયભાઈ, ઘોઘડભાઈ, લીલાભાઇ, દુદાભાઈ વગેરે એ જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.