જમ્મુ અને કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવાયું:2018થી કેન્દ્રનું શાસન લાગુ હતું; આજે ઓમર CM પદના શપથ લઈ શકે છે - At This Time

જમ્મુ અને કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવાયું:2018થી કેન્દ્રનું શાસન લાગુ હતું; આજે ઓમર CM પદના શપથ લઈ શકે છે


જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બનતા પહેલા રાષ્ટ્રપતિ શાસન હટાવવાનો આદેશ રવિવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવા મુખ્યમંત્રીના શપથ પહેલા જ રાષ્ટ્રપતિ શાસન હટાવવાનો આદેશ જાહેર કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી 10 વર્ષ પહેલા 2014માં યોજાઈ હતી. ચૂંટણી બાદ ભાજપ-PDPએ ગઠબંધન સરકાર બનાવી. 2018માં ભાજપે સમર્થન પાછું ખેંચ્યા બાદ સરકાર પડી ગઈ હતી અનેમહેબૂબા મુફ્તીએ CM પદ રાજીનામું આપ્યુ હતું . ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રનું શાસન હતું. આ તરફ નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા આજે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. વિધાનસભા ચૂંટણીમાં, નેશનલ કોન્ફરન્સે (NC) 42 બેઠકો જીતી, તેની સાથી પાર્ટી કોંગ્રેસે 6 બેઠકો અને CPI(M)એ એક બેઠક જીતી હતી. પરિણામો બાદ NC ચીફ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે ઓમર સીએમ બનશે. 10 ઓક્ટોબરે મળેલી બેઠકમાં ઓમરને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ પછી, ઓમર 11 ઓક્ટોબરની સાંજે શ્રીનગરમાં રાજભવન ગયા અને જમ્મુ-કાશ્મીરમાં એલજી મનોજ સિન્હા અને I.N.D.I.A.ગઠબંઝનની સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. શા માટે 2018થી અત્યાર સુધી રાષ્ટ્રપતિ શાસન.... 3 મુદ્દા​​​​​​​ 2 બેઠકો પરથી ચૂંટણી જીતનાર ઓમર આજે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. ઓમરે બે બેઠકો પરથી વિધાનસભા ચૂંટણી જીતી છે. તેઓ ગાંદરબલ અને બડગામ બેઠક પરથી ચૂંટાયા છે. બંને બેઠકો NCનો ગઢ રહી છે. તેમના દાદા શેખ અબ્દુલ્લા 1977માં ગાંદરબલ સીટ પરથી જીત્યા હતા અને પિતા ફારૂક અબ્દુલ્લા 1983, 1987 અને 1996માં અહીંથી જીત્યા હતા. 2008માં જ્યારે ઓમર પહેલીવાર CM બન્યા ત્યારે તેમણે પણ આ સીટ પરથી ચૂંટણી જીતી હતી. તેમજ, બડગામ સીટ પર પણ NCનો દબદબો છે. છેલ્લી 10 વિધાનસભા ચૂંટણીમાં NC અહીં માત્ર એક જ વાર હારી છે. ખરેખરમાં, લોકસભા ચૂંટણીમાં ઓમર બારામુલ્લા સીટ પરથી એન્જિનિયર રાશિદ સામે હારી ગયા હતા, તેથી તેઓ બે સુરક્ષિત સીટો પરથી ચૂંટણી લડ્યા હતા. એકલા NC પાસે 47 ધારાસભ્યોનું સમર્થન છે
ચૂંટણી જીતેલા 7 અપક્ષ ધારાસભ્યોમાંથી 4એ 10 ઓક્ટોબરે NCને સમર્થન આપવાનું જાહેર કર્યું હતું. આ ચાર અપક્ષો ઈન્દરવાલથી પ્યારે લાલ શર્મા, છમ્બથી સતીશ શર્મા, સુરનકોટથી મોહમ્મદ અકરમ અને બાની સીટથી ડો. રામેશ્વર સિંહ છે. આ પછી ઓમરે કહ્યું- હવે અમારી સંખ્યા વધીને 46 થઈ ગઈ છે. તેમજ એક દિવસ બાદ 11 ઓક્ટોબરના રોજ, આમ આદમી પાર્ટી (AAP)એ NCને સમર્થન આપ્યું. મેહરાજ મલિક ડોડા બેઠક પરથી ચૂંટાયેલા પક્ષના એકમાત્ર ધારાસભ્ય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.