અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ખાનગી કંપનીમાં પ્રોસેસ વિભાગના આસિસ્ટન મેનેજરના પત્નીનો આપઘાત - At This Time

અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ખાનગી કંપનીમાં પ્રોસેસ વિભાગના આસિસ્ટન મેનેજરના પત્નીનો આપઘાત


અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ખાનગી કંપનીમાં પ્રોસેસ વિભાગના આસિસ્ટન મેનેજરના પત્નીનો આપઘાત

પેનલ પીએમ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં પ્રોસેસ ડિપારમેન્ટના આસિસ્ટન મેનેજરના પત્ની નિધિબેન રૂપેન્દ્ર સિંઘ ઉ.35 કંપનીની કોલોની ક્વાર્ટરમાં આપઘાત કરતા એમ્બ્યુલ્સ મારફતે રાજુલા હોસ્પિટલમાં ખસેડતા મૃતક મહિલાની લાશમાં કોઈ ઇજાના નિશાન નહિ મળી આવતા શંકાસ્પદ લાશ લાગતા પીપાવાવ મરીન પોલીસ હોસ્પિટલમાં દોડી આવી ઘટનામાં પોલીસને અલગ અલગ શંકાઓ પડતા ઘટનાની ગંભીરતા લઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસની ટીમો હોસ્પિટલમાં પોહચી મૃતક મહિલાના પતિ રૂપેન્દ્ર સિંઘની પુછ પરછ શરૂ કરવામાં આવી હાલ મૃતકની લાશ ભાવનગર હોસ્પિટલમાં ફોરેન્સિક રિપોર્ટ કરવામાં આવશે મૃતક મહિલા નિધિબેનના પતિ કંપનીમાં પ્રોસેસ વિભાગના આસિસ્ટન મેનેજર તરીકે ફરજ બજાવે છે રાજસ્થાન રાજના કોટા વિસ્તારના હોવાનું સામે આવ્યું છે હાલ પીપાવાવ મરીન પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત ટીમો અલગ અલગ દિશામા તપાસ હાથ ધરી છે.પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં એડી નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

મોત નું સ્પષ્ટ કારણ જાણવા પોલીસ વધુ સક્રિય થઈ

મૃતકના પતિએ પ્રથમ આપઘાત કર્યાનું જણાવતા પોલીસ વધુ તપાસ માટે મહિલાના ઘરે રૂમ પર તપાસ શરૂ કરી છે આપઘાત કર્યો છે કે કેમ? અન્ય કોઈ કારણ છે કે કેમ? તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે મહિલાના પતિની પૂછ પરછ કરવામાં આવી રહી છે ફોરેન્સિક રિપોટ બાદ સાચું કારણ જાણી શકાશે હાલ પોલીસ નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.