દર્દીના દર્દમાં રાહત માટે શુકલતીર્થ આરોગ્ય કેન્દ્રમાં અદાણી ફાઉન્ડેશનનો સહયોગ - At This Time

દર્દીના દર્દમાં રાહત માટે શુકલતીર્થ આરોગ્ય કેન્દ્રમાં અદાણી ફાઉન્ડેશનનો સહયોગ


બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા - બ્યુરો ચીફ,

દહેજ : ભરૂચના ઐતિહાસિક શુકલતીર્થ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વધુ સશક્ત કરવાનું કાર્ય અદાણી ફાઉન્ડેશનના સહકારથી નવરાત્રિના દિવસોમાં થયું છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા HBA1C એનેલાઈઝર, બ્લડ સેલ કાઉન્ટર અને સેમી ઓટો બાયો કેમેસ્ટ્રી મશીન જેવા રોગના નિદાન માટે જરૂરી સાધનનો સહયોગ આપવામાં આવ્યો છે. આ મશીન એવું છે કે એના દ્વારા ૯૮ પ્રકારના લોહી રિપોર્ટ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરી શકાશે. આ સુવિધા અહી મળવાથી હવે શુકલતીર્થ કે આસપાસના દર્દીને ભરૂચ સુધી જવાની જરૂર નહીં પડે અને ઘર નજીક નિઃશુલ્ક તપાસ થઈ શકશે.

ગતવર્ષે ભરૂચ જીલ્લામાં નર્મદા નદીના કાંઠાના ગામોમાં પૂર આવ્યું હતું, એ સમયે અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કર્યું હતું. એ વાતને જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) શ્રી ડૉ.જે. એસ. દુલેરાએ યાદ કરી હતી. ડૉ.દુલારાએ શુકલતીર્થ પીએચસીને આપેલા મશીનરીના સહયોગ માટે વિસ્તારના લોકો અને આરોગ્ય વિભાગ વતી આભાર વ્યક્ત કર્યો હતો. અદાણી ફાઉન્ડેશન લોકોના આરોગ્ય માટે CHC અને PHC ના વિકાસ માટે હર હમેશા કટિબધ્ધ છે.

મશીનરીના અભાવે દર્દીઓ લોહીના રિપોર્ટ માટે ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો. એ માટે સ્થાનિક આગેવાનો અને આરોગ્ય વિભાગ તરફથી એક વિનંતી અદાણી ફાઉન્ડેશનને મળી હતી. આ પ્રસગે અદાણી ફાઉન્ડેશનના ગુજરાત સીએસઆર હેડ પંક્તિબેન શાહ, ભરુચ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે. એસ. દુલેરા, ભરુચ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સુનિલસિંહ, વાગરા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.પ્રવીણસિંહ, અદાણી ફાઉન્ડેશન દહેજના સીએસઆર હેડ ઉષાબેન મિશ્રા, મેડિકલ ઓફિસર ડૉ.સીમા મગરવાળા, એએમઓ ડૉ.હેતલબેન ચૌહાણ, શુકલતીર્થ ગામના સરપંચ રણધીરસિંહ માંગરોલા વગેરે ઉપસ્થિત હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.